ક્રૂડ ૧૬ મહિનાની ઊંચાઈએઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

મુંબઇ: ક્રૂડનું ઉત્પાદન કરતાં દેશોની મળેલી બેઠકમાં ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. તેના પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ ૧૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયેલું જોવાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૫૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા મળ્યું છે.ઓપેકના ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ ક્રૂડના ભાવમાં ૧૩ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડ આગામી બે મહિનામાં ૫૮થી ૬૦ની સપાટીએ પહોંચી શકે છે.

તેઓના મત મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં એનર્જી ઉપર સબસિડી દૂર કરવાની વાત કરી હતી, જેના કારણે ક્રૂડની કિંમતો પર સીધી અસર જોવાશે. સ્થાનિક બજારમાં શિયાળાની સિઝનમાં માગ વધવાની પણ એક શક્યતા જોવાઇ રહી છે. આ સંજોોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય તેવી મજબૂત શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ડોલર સામે રૂપિયાએ ૬૮ની સપાટી ક્રોસ કરી દીધી છે. આ સંજોગોમાં ક્રૂડની પડતર પણ ઊંચી જવાની શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like