સિરિયાના ટેન્શને ક્રૂડના ભાવ અપઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મજબૂત સુધારો નોંધાયો છે. સિરિયામાં વધતા ટેન્શનના પગલે ક્રૂડના ભાવમાં ‘અપ ટ્રેન્ડ’ જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૮.૬ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં ૦.૫૪ ટકાનો સુધારો નોંધાઇ ૬૩.૭૬ ડોલર પ્રતિબેરલના મથાળે ભાવ પહોંચી ગયા છે. સિરિયાના ટેન્શનના પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડના સપ્લાય ઉપર અસર થઇ છે.

દરમિયાન વધતા જતા ક્રૂડના ભાવના પગલે ઊંચી આયાત પડતરથી શહેરમાં પેટ્રોલના ભાવ વધીને રૂ. ૭૩.૧૭ પ્રતિલિટરે પહોંચી ગયા છે, જ્યારે ડીઝલના ભાવ એક દિવસમાં પ્રતિલિટરે નવ પૈસા વધીને ૭૦ રૂપિયાની નજીક રૂ. ૬૯.૬૦ની સપાટીએ પહોંચી ગયા છે. નોંધનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટરે રૂ. ૯.૩૧નો વધારો નોંધાઇ ચૂક્યો છે.

You might also like