ક્રૂડમાં સુધારોઃ ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરને સપોર્ટ

અમદાવાદ: વૈશ્વિક ક્રૂડના ભાવમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ૫૦ ડોલર પ્રતિ બેરલની સપાટીની પાર પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવે જૂન બાદ પ્રથમ વાર ૫૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી દીધી છે. ક્રૂડના વધતા ભાવને લઇને સ્થાનિક ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં ઉછાળાના પગલે ઓઇલ એન્ડ ગેસ કંપનીના પર્ફોર્મન્સમાં સુધારો નોંધાઇ શકે છે. દરમિયાન રિલાયન્સ કંપનીના શેરમાં ગઇ કાલે મજબૂત સુધારાની ચાલ નોંધાઇ હતી. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે ઓપેકની બેઠક બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ૧૨ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

આજે શરૂઆતે જોવાયેલો સુધારો
એચપીસીએલ       ૨.૩૩ ટકા
આઇઓસી            ૨.૨૨ ટકા
ઓએનજીસી         ૧.૫૬ ટકા
બીપીસીએલ         ૦.૮૮ ટકા
ઇન્દ્રપ્રસ્થ ગેસ       ૦.૩૫ ટકા
રિલાયન્સ             ૦.૦૮ ટકા

You might also like