ક્રુડમાં નરમાઇઃ સોના અને ચાંદીમાં સુધારો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજાર ક્રુડની ડિમાન્ડ સામે ઊંચા પુરવઠાની અસરથી નરમાઇ જોવા મળી હતી. નાયમેક્સ ક્રુડ ૦.ર ટકાના ઘટાડે ૪૮.૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું. એ જ પ્રમાણે બ્રેન્ટક્રુડ પ૦ ડોલરની ઉપર પ૧.પ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાયું હતું.

દરમ્યાન વૈશ્વીક સોનાના ભાવમાં સાધારણ સુધારની ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે સોનું ૦.રપ ટકાના સુધારે ૧રપ૮ ડોલર પ્રતિ ઓેંશની સપાટીએ જોવા મળ્યું હતું. જ્યારે ૦.૭ સુધારે ૧૭ ડોલરની સપાટીએ પહોંચી ગઇ હતી. આજે શરૂઆત સ્થાનિક બજારમાં સોનામાં રૂ.૧૦૦નો સુધારો નોંધાયો. ર૯૬૦૦ની સપાટીએ ભાવ ખુલ્યો હતો. ચાંદી પણ ૪૦ર૦૦ની સપાટીએ જોવાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like