કેલેન્ડર વર્ષ ૨૦૧૬ની ઊંચી સપાટીએ ક્રૂડ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડનો સપ્લાય ઘટવાની શક્યતાઓ પાછળ ક્રૂડમાં આગઝરતી તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ૪૦ ડોલર પ્રતિબેરલની સપાટી ક્રોસ કરી ૪૦.૮૪ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં ૫.૫ ટકાનો ઉછાળો નોંધાઇ ૩૭.૯૦ ડોલર પ્રતિબેરલની સપાટી જોવા મળી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂત સપોર્ટ જોવા મળ્યો છે. ઓપેકના દેશો ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. દરમિયાન વૈશ્વિક બજારમાં જોવા મળેલા ક્રૂડના ઉછાળાના પગલે પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા સ્થાનિક બજારમાં ઘટી ગઇ છે. રૂપિયાની નરમાઇએ તથા ક્રૂડના ભાવ ૪૦ ડોલરની ઉપર પહોંચતા સ્થાનિક ઓઇલ કંપનીઓને ઊંચી આયાત પડતરની અસરે ભાવમાં ઘટાડો થવાનું અટકે તેવી શક્યતા જણાય છે.

You might also like