વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઉછાળોઃ સોનામાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: દુનિયામાં ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોના અગ્રણી સંગઠન ઓપેકની આગામી બેઠકમાં ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. જેના પગલે વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. ક્રૂડમાં ચાર ટકાનો ઉછાળો જોવાયો હતો. બ્રેન્ટ ક્રૂડ ૪૯ ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર જોવા મળ્યું હતું. તો બીજી બાજુ યુએસ ડોલરમાં જોવા મળેલી નરમાઈના કારણે વૈશ્વિક સોનાના ભાવમાં સુધારાની ચાલ નોંધાઈ વૈશ્વિક સોનું ૧૨૦૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે સ્થાનિક બજારમાં આજે શરૂઆતે સોનું ૩૦,૬૦૦ની સપાટીએ ખૂલ્યું હતું.
visit : www.sambhaavnews.com

You might also like