તો શું પાણી કરતા પણ ઓછા ભાવે મળશે પેટ્રોલ ?

નવી દિલ્હી : ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે કડાકો બોલ્યો છે. જેનાં કારણે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ સસ્તુ થવાની શક્યતા છે. 8 ડિસેમ્બરે ક્રૂડ બાસ્કેટ 12.6 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું હતું. જે બ્રાન્ડેડ મિનરલ વોટરની કિંમત કરતા પણ ઓછું હતું. ક્રૂડ હજી પણ સસ્તુ થવાની આશા છે. મિડ જાન્યુઆરીનાં રિવ્યૂમાં તંલ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલની કિંમતો ઘટાડો કરે તેવી શક્યતા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ 8 ડિસેમ્બરે 2001 રૂપિયા પ્રતિ બેરલનાં સ્તરે પહોંચ્યું હતું. આ આંકડા ડોલરની સામે રૂપિયાનાં 66.67નાં હિસાબે ગણવામાં આવ્યો છે. એક બેરલમાં 159 લિટર હોય છે. આ રીતે ભારતમાં આગામી દિવસોમાં પેટ્રોલની કિંમત 12.58 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી શકે છે.

ભાતરમાં હાલ કોઇ પણ બ્રાન્ડેડ પાણીની 1લીટરની બોટલ લેવા જાઓ તો સામાન્ય રીતે 18થી20 રૂપિયાની મળી રહી છે. પરંતુ હાલ હિસાબ કરવાથી ક્રૂડની પ્રતિ લિટર કિંમત 12.58 રૂપિયા થાય છે. તેથી કહી શકાય કે ક્રૂડ ઓઇલ પાણી કરતા પણ સસ્તું થઇ ચુક્યો છે. પાણી કરતા ક્રુડ ઓઇલ 30 ટકા સસ્તુ મળી રહ્યું છે.

સૌથી મહત્વની વાત છે કે 7 ડિસેમ્બરે ઇન્ડિય ફ્રુડ બાસ્કેટની કિંમત હાલનાં સ્તરથી પણ નીચી હતી. ક્રૂડ 29.24 રૂપિયા પ્રતિ બેરલનાં સ્તર પર પહોંચી હતી. 12 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ક્રૂડની સરેરાશ કિંમત 2234 રૂપિયા પ્રતિ બેરલ એટલે કે 14.05 પ્રતિ લિટરનાં સ્તર પર હતી.

You might also like