મોટા ભાગના એશિયાઈ બજાર સુધર્યાંઃ ક્રૂડમાં નરમાઈ

અમદાવાદ: સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવામાં આવેલા સમાચારો પાછળ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં નરમાઇની ચાલ નોંધાઇ છે. નાયમેક્સ ક્રૂડ ૪૬.૭૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૪૯.૬ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ જોવા મળ્યો છે.

દરમિયાન આજે એશિયાના મોટા ભાગનાં શેરબજારોમાં સકારાત્મક ચાલ જોવા મળી છે. યુએસ ફેડરલ રિઝર્વની જાહેર કરેલ મિનિટ્સમાં હાલ વ્યાજના દરમાં જલદીથી વધારો નહીં કરાય તેવા સંકેતો પાછળ એશિયાઇ બજારોમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૩૭૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

એ જ પ્રમાણે તાઇવાન, શાંઘાઇ શેરબજારમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી, જોકે જાપાના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.

You might also like