ક્રૂડ અને સોનાના ભાવ પ્રેશરમાં જોવાયા

મુંબઇ: ક્રૂડના ઉત્પાદન કરતાં દેશોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના પાછળ વૈશ્વિક ક્રૂડના ભાવમાં સાધારણ તેજી જોવા મળી છે, જોકે ઉપલા સ્તરેથી ભાવમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે. નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૪૩ ડોલર પ્રતિબેરલની સપાટીની નીચે ભાવ જોવા મળ્યા છે. એ જ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાઈ ૪૫ ડોલરની આસપાસ ભાવ જોવા મળી રહ્યા છે.

દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૦.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને સોનું ૧,૩૪૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું છે. સ્થાનિક બજારમાં પણ ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૩૧,૦૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યા છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૦.૩ ટકાનો ઘટાડો નોંધાઇ ચાંદી ૧૯.૭૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યા છે. સ્થાનિક બજારમાં આજે ૪૬ હજારની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like