આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં જોરદાર તેજી, ક્રૂડ ૮પ ડોલર ભણી!!

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં જોરદાર તેજી જોવા મળી છે. મનોવૈજ્ઞાનિક ૮૦ ડોલર પ્રતિ બેરલની સપાટી ક્રોસ કરી દીધી છે. જેનાં પગલે ઇન્ડિયન બાસ્કેટમાં ક્રૂડની ખરીદી મોંઘી થઇ છે. રૂપિયાની નરમાઇએ ક્રૂડમાં ભાવને સર્પોટ કર્યો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી સ્ટોકમાં ઘટાડે જોવાયો છે. જ્યારે સામે માંગ વધી છે. એ પ્રમાણે વૈશ્વિક બજારમાં ઇરાનનો સપ્લાય ઘટ્યો છે. આગામી દિવસોમાં ક્રૂડ ૮પ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળે તેવી શકયતા છે. તેનાં પગલે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં પ્રતિ લિટરે રૂ.૬થી ૮નો વધારો સામાન્ય જનને ખમવો પડી શકે છે.

મોર્ગેન સ્ટેનલીનાં જણાવ્યા અનુસાર ક્રૂડમાં તેજી આગામી ર૪ મહિના જોવાઇ શકે છે. વર્ષ ર૦ર૦માં ક્રૂડ ૯૦ ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી શકે છે. એજન્સીમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમતમાં માંગ વધશે. ઊંચી માંગ સામે ઓછા સપ્લાય વચ્ચે ક્રૂડ આગામી દિવસોમાં ડોલરની સપાટીએ જોવા મળી શકે છે.

You might also like