છત્તીસગઢ: CRPF જવાનોમાં થઈ બોલાચાલી, એકબીજાને મારી ગોળી

રાયપુર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સીઆરપીએફના એક જવાને પોતાના સાથીને ગોળી મારી દીધી છે. ઘાયલ જવાનને પીઢમાં ગોળી વાગ્યા પછી તત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

આ મામલો આમાબેડા થાણાના ક્ષેત્રનો છે. બંને જવાનો વચ્ચે અંદરોઅંદર વાતચીત પછી તકરાર થઈ હતી. વિવાદ એટલો મોટ થઈ ગયો કે આરોપી જવાને પોતાની સર્વિસ રાયફલથી વિશ્વના નામના જવાન પર ગોળી ધરબી દીધી હતી.

ઘટનાસ્થળ પર હાજર સીઆરપીએફના જવાનોએ આરોપી જવાનને પકડી પાડ્યો હતો અને પોલિસને સોંપી દીધો. હાલમાં મામલાની તપાસ ચાલું છે.

You might also like