કરોડપતિ કોન્સ્ટેબલ: 5 મકાન, 6 પ્લોટ, 3 કાર અને 1 SUV

ભોપાલ: મધ્યપ્રદેશના ઈન્દોરમાં પરિવહન વિભાગમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ અરૂણ સિંહના ઘરે લોકપાલ પોલીસે દરોડા પાડીને કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલી રહી છે. હજુ પણ વધુ સંપત્તિની ભાળ મળી શકે છે. સોમવારે શરૂ થયેલી કાર્યવાહીમાં પ્રાપ્ત દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે અરૂણનું ઈન્દોરના અન્નપૂર્ણા વિસ્તારમાં ત્રણ માળનું મોટું મકાન છે. આ હેડ કોન્સ્ટેબલ પાસેસ્કોર્પિયો સહિત ત્રણ કાર પણ મળી છે. જે હેડ કોન્સ્ટેબલ પાસેથી કરોડોની સંપત્તિ મળી છે તેનો પગાર પ્રતિ માસ ૨૫૩૦ હજાર રૂપિયા છે.

દરોડા અરૂણસિંહના રીવા ખાતેના સ્થળે પણ પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યું હતું કે ૬૬ હજાર સ્કવેર ફૂટના બે પ્લોટ તેની પત્નીના નામ પર છે અને રીવામાં ૩૦ એકર જમીન છે. એટલું જ નહીં રીવા પાસે જ ૨૫ એકરનું ફાર્મ હાઉસ હોવાનું પણ જાણવા મળ્યું છે. રીવામાં બે મકાન હોવાના પણ દસ્તાવેજો મળ્યા છે.

ઈન્દોરના મહૂ રોડ પર એક ફાર્મ હાઉસ છે અને ત્યાં જ પુત્રના નામે બે ફલેટ છે. સિંહના ૮ બેન્ક એકાઉન્ટ અને કેટલાક લોકરના દસ્તાવજો પણ છે. પોલીસ હેડ કોન્સ્ટેબલના નજીકના લોકોની પણ પૂછપરછ કરશે.

You might also like