પાક. આર્મીએ આતંકીઓ માટે ચીન પાસેથી શસ્ત્રોની જંગી ખરીદી કરી

ઈસ્લામાબાદ: પાકિસ્તાન દુનિયાની સામે ભલે એવી વાતો કરતું હોય કે તે આતંકીઓ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે. વાસ્તવમાં આતંકીઓ માટેનો પાકિસ્તાનનો પ્રેમ જગજાહેર છે. હવે પાકિસ્તાને આતંકીઓને શસ્ત્ર સજ્જ કરવા માટે શસ્ત્રોનું શોપિંગ ચાલુ કરી દીધું છે. પાકિસ્તાને આતંકીઓ માટે ચીન પાસેથી ૨૪૯૬ ગ્રાઉન્ડ બેઈઝ્ડ લોન્ચર ખરીદ્યાં છે. આ ઉપરાંત અન્ય કેટલાંય ખતરનાક શસ્ત્રોની ખરીદી પાકિસ્તાને આતંકીઓ માટે કરી છે.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જે લોન્ચર ખરીદ્યાં છે તેનો ઉપયોગ પાકિસ્તાની સરહદ પર ભારત તરફ ગ્રેનેડ અને રોકેટ હુમલામાં કરવામાં આવે છે. આ ઉપરાંત એલઓસી પર આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે આઈએસઆઈ અને પાકિસ્તાની સેના તેનો ઉપયોગ કરે છે. ગુપ્તચર સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાકિસ્તાન પીઓકેમાં આતંકી લોચિંગ પેડ અને બોર્ડર આઉટ પોસ્ટ ઊભી કરવાની ફિરાકમાં છે.

એક ટીવી ન્યૂઝ ચેનલને પાકિસ્તાનને આતંકીઓ માટે કરેલા શસ્ત્રોની ખરીદીની એક સંપૂર્ણ યાદી હાથ લાગી છે. આ યાદી અનુસાર પાકિસ્તાને નીચે મુજબનાં શસ્ત્રો આતંકીઓ માટે ખરીદ્યાં છે.
– ૨૪૯૬ ગ્રાઉન્ડ બેઝ્ડ લોન્ચર
– ૧૫ UAV (Wing Loong) – આ ડ્રોન્સને ચાઈનીઝ કિલર ડ્રોન પણ કહેવાય છે. આ ડ્રોન દ્વારા આતંકીઓ માટે ઘૂસણખોરીના નવા રસ્તા અને ભારતીય સુરક્ષા દળો પર નજર રાખવાનો પ્લાન છે.
– પાકિસ્તાને ચીન પાસેથી મોટી સંખ્યામાં સર્વેલન્સ સિસ્ટમ પણ ખરીદી છે. તેનો ઉપયોગ પીઓકેના ઝિયારત ટોપ અને ચિલિયારામાં કરવામાં આવે છે.
– પાકિસ્તાને પોતાના નેવી માટે ૦.૫૪AP ‘ફ્રિગેટ’ પણ ખરીદ્યું છે તે એક ખતરનાક ફાઈટર પાણીમાં કામ કરતું જહાજ છે. તેના દ્વારા લેસર ગાઈડેડ એર ટુ સરફેસ મિસાઈલ સહેલાઈથી છોડી શકાય છે. તેનો ઉપયોગ રાજસ્થાન સાથે જોડાયેલી બોર્ડર પર જેસલમેરની આસપાસ થઈ શકે છે.

You might also like