નર્મદામાં સ્નાન કરતા કિશોરને મગર ખેંચી જતા થયું મોત

વડોદરા : કરજણ તાલુકાનાં લીલોડ ગામે નર્મદા નદીમાં ન્હાવા માટે ગયેલા બે કિશોરો પૈકી એખને મગર નદીમાં ખેંચી ગયો હતો. પોતાનાં મામા સાથે સાંજના સમયે 4.30 કલાકે નદીએ ન્હાવા માટે ગયા હતા. જે પાકી 14 વર્ષનાં કિશોરને મગર નદીમાં ખેંચી ગયો હતો. મામાએ શોધખોળ કરતા લાબા સમય સુધી કિશોર મળ્યો નહોતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તપાસ કર્યા બાદ ફાયબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે તપાસ હાથ ધરતા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કરણજણ લીલોડ ગામે નર્મદા નદીમાં સાંજનાં 4.30 વાગ્યે રવિ પ્રવિણભાઇ જોગી પોતાનાં મામા સાથે ત્રણેય નદીમાં સ્નાત કરતા હતા. આ સમયે કિનારા પરથી મગરની બુમત પડતા સુનિલ જોગી અને સંજય જોગી નદીમાંથી બહાર નિકળી ગયા હતા. જ્યારે રવિ મગરની ઝપટે ચડી ગયો હતો. નદી કિનારે સ્થાનિક રહીશોએ રવિની શોધખોળ કરવા છતા તે મળ્યો નહોતો. અડધા કલાક બાદ મગર રવિને મોઢામાં રાખેલી હાલતમાં નદીનાં પાણીમાં દેખાયો હતો.

મગર પાસેથી તો યુવાનનો મૃતદેહ છોડાવી લેવાયો હતો. જો કે તેનું શરીર દરમિયાન પાણીમાં ઉંડે ખુપી ગયું હતું. સ્થાનિકો દ્વારા તપાસ કરવા છતા દેહ હાથમાં નહી આવતા અંતે વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે આજે બપોરનાં સમયે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં ભારે કલ્પાંત થયો હતો. ઉપરાંત મામાનાં ઘરે ભાણીયાનું મોત થવાનાં કારણે ભારે શોકની લાગણી ફેલાઇ હતી.

You might also like