એડલ્ટ કોમેડીથી દૂર રહેવા માગે છે જૂનિયર બચ્ચન

મુંબઇ: બોલીવુડ અભિનેતા અભિષેચ બચ્ચનના ઘણા બધા ચાહકો છે પરંતુ ઘણી વખત તેમને સોશિયલ પ્લેટફોર્મ ઉપર તેના કામને લઇને ટીકાનો સામનો કરવો પડે છે. અભિષેકનું કહેવું છે કે ટીકાથી તેને ઘણી તકલીફ થાય છે. અભિષેકને ઘણી વખત પોતાના ્ભિનયવે લઇને તો કેટલીક વખત અસફળ ફિલ્મો માટે સોશ્યલ નેટવર્કિગ સાઇટ ઉપર ટીકાનો સામનો કરવો પડે છે.

તેને વધુમાં કહ્યું હતું કે તમારા 100 વખત વખાણ થયા હોય પરંતુ એક ટીકા તમારો દીવસ બગાડી શકે છે. અભિનેતા તરીકે જ્યારે તમને વધારે પ્રેમ મળે તો સારું લાગે છે, પરંતુ એક નકારાત્મક ટિપ્પણીની ઘણી અસર પડે છે. અભિષેક બોલીવુડમાં હાસ્ય ભૂમિકાઓ પણ કરે છે. તેને કહ્યું કે તે એડલ્ટ કોમેડીથી દૂર રહેવા માંગે છે. તેને કહ્યું કે, ‘મારું માનવું છે કે કોઇ પણ પોતાની જાતે હાસ્ય ભૂમિકા નિભાવી શકે નહીં. હાસ્ય ભૂમિકા નિભાવવી ઘણી મુશ્કેલ છે. મને લાગતું નથી કે આ કરવા માટે મારી કાબિલિયત છે.’

હાઉસફૂલની બધી સિક્વન્સ સફળ રહી છે. અભિષેકનું કહેવું છે કે ફિલ્મના શૂટિંગ પહેલા તેના મનમા ડર હતો. તેને કહ્યું, ‘મારી પહેલી પ્રતિક્રિયા હતી, હા ચલો આ કરી લઇએ છીએ.’ ફિલ્મની પટકથા જોરદાર છે અને ફિલ્મના કલાકાર પણ મજાના છે, એટલા માટે મે હા કરી. પરંતુ શૂટિંગ શરૂ થતાં પહેલા મને એવો અહેસાસ થયો કે આ ઘણી મોટી ફિલ્મ છે. એટલા માટે મારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ત્યારે તણાવ ઉત્પન્ન થવાનો શરૂ થઇ ગયો.

You might also like