ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ચાર કલાકના ફોટોશૂટની કિંમત રૂ. ૭.૬૩ કરોડ!

લંડનઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ગેરેથ બેલ, રાફા બેનિટેજ અને એન્થોની માર્શિયલ એવા ફૂટબોલ સ્ટાર છે, જેમની આર્થિક પરિસ્થિતિ અંગે જર્મનીનું પુસ્તક ‘ફૂટબોલ િલક્સઃ ધ ડર્ટી િબઝનેસ ઓફ ફૂટબોલ’માં કહેવામાં આવી છે. આ પુસ્તક ડેર સ્પિગલના પત્રકારો રફેલ બુશમેન અને માઇકલ વુલજિંગરે લખ્યું છે. આ પુસ્તકમાં ફૂટબોલ જગતનાં નાણાંને લઈને થતી હેરફેરને ઉજાગર કરવામાં આવી છે.

૧૫૭૭ કરોડની સંપત્તિ, તેમ છતાં ટેક્સ ચોરી
સાઉદી ટેલિકોમ કંપની અને રોનાલ્ડોની આઈરીશ ઇમેજ રાઇટ્સ કંપની-મલ્ટિ સ્પોર્ટ્સ એન્ડ ઇમેજ મેનેજમેન્ટને ૨૦૧૩માં સાડા ચાર કલાકના ફોટોશૂટ માટે ૯.૨ લાખ પાઉન્ડ (૭.૬૩ કરોડ રૂપિયા) આપ્યા હતા. આમાં પાંચ શર્ટ પર ઓટોગ્રાફ અને સોશિયલ મીડિયા પરના બે ફિડ પણ સામેલ હતા. ૨૦૧૫માં રોનાલ્ડોના એજન્ટ જ્યોર્જ મેન્ડેસની કંપની ગેસ્ટીફ્યૂટે રોનાલ્ડોની કુલ કિંમત અને સંપત્તિ ૧૯ કરોડ પાઉન્ડ (૧૫૭૭ કરોડ રૂપિયા) આંકી હતી. પનામા, સ્વિટ્ઝર્લેન્ડ, બરમુડા, હોંગકોંગ અને બ્રિટિશ વર્જિન આયર્લેન્ડની કંપનીઓ રોનાલ્ડોની અન્ય સ્પોન્સર્સ તરફથી થનારી આવકનો ટેક્સ બચાવવા માટે કામ કરે છે.

બેલને સાચે જ રૂ. ૭૦૫.૫ કરોડ મળ્યા હતા
ઈંગ્લેન્ડનો સ્ટાર ફૂટબોલર ગેરેથ બેલ વર્ષ ૨૦૧૩માં રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો ત્યારે ચર્ચા હતી કે તેની ટ્રાન્સફર ફી રેકોર્ડબ્રેક ૮.૫ કરોડ પાઉન્ડ (૭૦૫.૫ કરોડ રૂપિયા) બેલને મળી હતી.
મેડ્રિડમાંથી હાંકી કઢાયા છતાં કોચ બેનિટેજની કમાણી ૮૩ કરોડ રૂપિયા
કોચ રાફા બેનિટેજને રિયલ મેડ્રિડે છ મહિનાના કાર્યકાળ બાદ જ હટાવી દીધો હતો. અલગ થવા છતાં તેને ૮૫ લાખ પાઉન્ડ (૭૦.૫૫ કરોડ રૂપિયા) મળ્યા હતા. ગત વર્ષે મે મહિનામાં રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો તો બેનિટેજને પણ પાંચ લાખ પાઉન્ડ (૪.૧૫ કરોડ રૂપિયા)નું બોનસ મળ્યું હતું.પછી તે ન્યૂકેસલ સાથે જોડાયો, જે લીગમાં છેલ્લા ક્રમે રહી. આમ છતાં અહીંથી મહિનામાં લગભગ ૧૦ લાખ પાઉન્ડ (૮.૩ કરોડ રૂપિયા) સહિત બેનિટેજે વર્ષમાં એક કરોડ પાઉન્ડ (૮૩ કરોડ રૂપિયા)ની કમાણી કરી.
ત્રણ શરત, દરેક રૂ. ૬૯.૭૨ કરોડની…
૨૦૧૫માં માન્ચેસ્ટર યુનાઇટેડના એન્થોની માર્શિયલને ૪.૨ કરોડ પાઉન્ડ (૩૪૮.૬ કરોડ રૂપિયા)માં ખરીદાયો. કરારમાં બોનસની ત્રણ શર્ત હતી. પહેલી શરત ૨૫ ગોલ કરવા બદલ ૮૪ લાખ પાઉન્ડ (૬૯.૭૨ કરોડ રૂપિયા) આપવાના. બીજી શરત તે ફ્રાંસ તરફથી ૨૫ આંતરરાષ્ટ્રીય મેચ રમશે તો ૮૫ લાખ પાઉન્ડ (૬૯.૭૨ કરોડ રૂપિયા) આપવાના. ત્રીજી શરત એ હતી કે તે ફિફાના વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી નોમિનેટ થશે તો તેને ૮૪ લાખ પાઉન્ડ (૬૯.૭૨ કરોડ રૂપિયા) મળશે. આ સ્થિતિમાં એન્થોનીની કિંમત ૬.૭ કરોડ પાઉન્ડ (૫૫૬.૧ કરોડ રૂપિયા) સુધી પહોંચી જાય.

http://sambhaavnews.com/

You might also like