ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ‘FIFA પ્લેયર ઓફ ધ યર’તરીકે જાહેર

પુર્તગાલનાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લંડનમાં આયોજિત ફીફા ફુટબોલ પુરસ્કાર સમારોહમાં વિશ્વનાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે તેને નવાજવામાં આવ્યાં. આ સ્પર્ધામાં રિયલ મેડ્રિડનાં ખેલાડી રોનાલ્ડોએ બાર્સિલોનાનાં ખેલાડી લિયોનેલ મેસી અને પેરિસ સેંટ જર્મનનાં ખેલાડી નેમારને પછાડી દીધાં છે.

પુર્તગાલનાં 32 વર્ષીય ખેલાડી રોનાલ્ડોએ 2016-17 સીઝનમાં ચેમ્પિયન્સ લીગ અને સ્પેનિશ લીગ ખિતાબ જીતવા માટે રિયલની મદદ કરી હતી. ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોએ 12 ગોલ કર્યા હતાં. રોનાલ્ડોએ આ વર્ષે 48 મેચોમાં 44 ગોલ કર્યા. જેમાં યુવેંટ્સનાં વિરૂદ્ધ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં 4-1થી મળેલ જીતમાં બે ગોલ શામેલ રહ્યાં.

આ સમારોહમાં બાર્સિલોનાની મહિલા ટીમની ખેલાડી લિએકે માર્ટેસને વિશ્વની સર્વશ્રેષ્ઠ ખેલાડી અને રિઅલનાં કોચ જિનેદિન જિદાનને સર્વશ્રેષ્ઠ પુરૂષ કોચનાં પુરસ્કારથી નવાઝવામાં આવ્યાં. નેધરલેન્ડ્સની સરિના વિએગમને સર્વશ્રેષ્ઠ મહિલા કોચનો પુરસ્કાર આપવામાં આવ્યો.

આ રેસમાં લિયોનલ મેસી પણ પાંચ વાર સર્વશ્રેષ્ઠ ફુટબોલરનો ખિતાબ પોતાનાં નામ પર કરી ચૂકી છે. મેસીએ હમણાં જ વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં ઇક્વાડૉરનાં વિરૂદ્ધ હેટ્રિક કરી પોતાની ટીમનાં યોજાનાર આગામી વર્લ્ડકપમાં હાજરી સુનિશ્ચિત કરાવી હતી. ત્યાં જ 25 વર્ષનાં નેમારે બાર્સિલોના સાથે કોપા ડેલ રે પણ જીત્યો હતો. આ પછી તે 222 મિલિયન યૂરોનાં સૌથી મોંઘા કરાર બાદ પેરિસ સેંટ જર્મન સાથે જોડાઇ ગયાં.

You might also like