સ્પેનિશ મોડલને ડેટ કરી રહ્યો છે રોનાલ્ડો

મેડ્રિડઃ રિયલ મેડ્રિડનાે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલ ભૂતપૂર્વ મિસ સ્પેન સાથે ડેટિંગ કરી રહ્યાે છે, જે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ટોચના ૧૦ ક્રમમાં રહી ચૂકી છે. રોનાલ્ડો અને ૨૩ વર્ષીય મોડલ ડિઝાયર કોર્ડેરો છેલ્લા એક મહિનાથી સાથે જોવા મળી રહ્યા છે.

આ બંનેની ઓળખાણની શરૂઆત સોશિયલ મીડિયામાં એકબીજાની પોસ્ટને લાઇક કરવાથી શરૂ થઈ હતી અને ત્યાર બાદ બંને એકબીજાને મેસેજ મોકલવા માંડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિઝાયરે પોતાની બે મહિલા મિત્રો સાથે શહેરમાં જ એક ઘર લઈ લીધું છે. રોનાલ્ડો અને ડિઝાયર મોટા ભાગે શહેરની બહાર આવેલા વીઆઇપી એરિયા લા, ફિન્કામાં જોવા મળે છે, જ્યાં ક્રિસ્ટિયાનો રહે છે.

ડિઝાયરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ખાનગી મેસેજ મોકલ્યા છે, જેના કારણે પ્રશંસકોએ માની લીધું કે તે પોતાના નવા પ્રેમની વાત કરી રહી છે. ડિઝાયરે રિયલ મેડ્રિડના સેન્ટિયાગો બેર્નાબૂ સ્ટેડિયમની પણ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાના સાથીઓ સાથે મેચ જોઈ હતી. આ કારણે જ રોનાલ્ડો સાથેના તેના સંબંધને વધુ મજબૂતી મળી છે.

ડિઝાયર ૨૦૧૪માં મિસ સ્પેન રહી ચૂકી છે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં તે છઠ્ઠા સ્થાન પર રહી ચૂકી છે. ડિઝાયર આ પહેલાં સ્પેનિશ ફૂટબોલર એન્જો રેનેલાને, જ્યારે રોનાલ્ડો રશિયન સુંદરી ઇરિના શેન્ને ડેટ કરી ચૂક્યો છે, જોકે રોનાલ્ડો જાન્યુઆરી-૨૦૧૫માં ઇરિનાથી અલગ થયા બાદ ઘણી સુંદરીઓ સાથે જોવા મળ્યો છે.

You might also like