ક્રિસ્પી વડા

સામગ્રી :
50 ગ્રામ અડદની દાળ
50 ગ્રામ ચણા ની દાળ
1 ચમચો મગ ની દાળ
1 વાટકી ઝીણા સમારેલા મરચા
1 વાટકી સમારેલી કોથમીર
ચપટી હિંગ
1 ચમચી ફ્રુટ સોલ્ટ
તેલ તળવા માટે
મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત : બધી દાળ ને ત્રણ કલાક પાણી માં પલાળી રાખો, પાણી નીતારી ને બધી દાળ ને મિક્સર માં ક્રશ કરી લો , આ મિશ્રણ માં કોથમીર ,મરચા, હિંગ , ફ્રુટ સોલ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ભેળવો , એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને નાના નાના વડા તળી લો , બદામી રંગ ના થાય એટલે કાઢી લઇ ને કોથમીર ની ચટણી સાથે સ્વાદ માણો.

You might also like