બી.કે. પ્રસાદ માટે ‘ક્રાઈસીસ મેનેજમેન્ટ’ અઘરું બની ગયું

ગૃહમંત્રાલયમાં વધારાના સચિવ બી.કે.પ્રસાદ જતાંજતાં વિવાદમાં અટવાઈ પડ્યા છે. ઈશરત જહાં કેસમાં તેમને ગુમ થઈ ગયેલી ફાઈલો શોધવાની કામગીરી સોંપવામાં આવી હતી. તપાસ માટે તેમને બે માસનું એક્સેટેન્શન પણ પહેલાં જ આપી દેવાયું હતું. આ કામગીરી પછી તેમને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં મૂકવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ તેમની બેદરકારીથી હવે એ તક હાથમાંથી સરી જતી દેખાય છે. તપાસ દરમિયાન તેમની ફોન પરની વાતચીતનું રેકૉર્ડિંગ મીડિયામાં પ્રસિદ્ધ થતાં તેમની તપાસ સામે પ્રશ્નો ઊઠ્યા છે.

કેટલાક વળી તેઓ તામિલનાડુ કેડરના હોવાના કારણે બીજાં કનેક્શન પણ શોધી રહ્યા છે. તામિલનાડુમાંથી આવતા કોંગ્રેસ અગ્રણી પી.ચિદમ્બરમને બચાવવા માટે તેમણે કાંઈ કર્યું હોય એવી સાબિતી હજુ સુધી તો મળી નથી. છતાં તેમની તપાસ સામેનો વિવાદ ખતમ થતો નથી. એટલે તેમના માટે ‘ક્રાઇસીસ મેનેજમેન્ટ’ અઘરું બની ગયું છે.

You might also like