પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ નાસી જવા મામલે બે પોલીસકર્મી સસ્પેન્ડ

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં આવેલા ટોયલેટમથી બે સગીર આરોપીઓના નાસી જવાના મામલે બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ તથા પીકેટને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ બને આરોપીઓ વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનમાંથી બે સગીર આરોપીઓ નાસી ગયા હતા
ચિલોડા પોલીસે રવીવારે હાઇ-વે પરથી પલ્સર પર દારૂ લઇને પસાર થતાં રાજસ્થાનનાં ડુંગરપુરનાં વતની ૧પ વર્ષ તથા ૧૬ વર્ષનાં કિશોરને ચિલોડા પોલીસે રપ બોટલ દારૂ સાથે પકડ્યા હતા. આરોપીને પકડ્યા બાદ ગુનો દાખલને કસ્ટડીમાં મૂકી દીધા હતા. . દરમ્યાનમા જયારે સોમવારે સવારે બંને આરોપીઓ પોલીસને ચકમો આપીને ભાગી ગયા હતા. આરોપીઓ નાસી જતા પોલીસે તેઓની શોધખોળ કરી ઝડપી તો લીધા હતા. પરંતુ આ બાબતે કોઇ રેકર્ડ પર નોંધ નહોતી કરી.

બંનેની પુછપરછમાં સામે આવ્યું હતું કે અમદાવાદમાં દારૂ પહોચાડવાનો હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને બંને સામે ગુનો નોંધીને કસ્ટડીમાં મુકી દીધા હતા. રાત્રે પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હનુવંતસિંહ ફુલસિંહ તથા પીકેટ તરીકે અપોકો જયેશભાઇ શામળભાઇ ફરજ પર હતા. સવારે બંને કિશોરને ટોઇલેટમાંથી ફરાર થઇ ગયા હતા. આ બાબત જિલ્લા પોલીસ વડા વીરેન્દ્રસિંહ યાદવના ધ્યાને આવતા તેઓએ પીએસઓ સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. બંને સગીર આરોપીઓ વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નાસી જવા બદલનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

You might also like