Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

કરંટ લાગતાં અને નીચે પટકાતાં બે વ્યક્તિનાં મોત
અમદાવાદ: શહેરના માધુપુરા અને સાબરમતી વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે, જેમાં શોટ લાગવાથી એક કિશોરનું અને ત્રીજા માળેથી પટકાતાં એક અાધેડનું મોત થતાં પોલીસે અા અંગે અાપઘાતના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે માધુપુરા વિસ્તારમાં શર્મા એસ્ટેટના બીજા માળે અગાસી પર અાવેલા બાથરૂમમાં નહાવા જતી વખતે યાસીન તહેસીનભાઈ અક્કે નામના ૧૬ વર્ષના કિશોરને શોટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે સાબરમતી વિસ્તારમાં કાળીગામ ખાતે અાવેલી ન્યુ રેલવે કોલોનીમાં રહેતા ગંગારામ કાલુરામ અજોરીયા નામના ૫૧ વર્ષના અાધેડ મકાનના ત્રીજા માળેથી પટકાતાં તેમનું પણ ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની તપાસ હાથ ધરી છે.

લગ્નની લાલચ અાપી યુવતી પર બળાત્કાર
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ અાપી સતત ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર નરાધમ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.  અા અંગેની વિગત એવી છે કે શાહીબાગ વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની યુવતીને અા જ વિસ્તારમાં ઘોડાકેમ્પ રોડ પર અાવેલા ન્યુ લક્ષ્મીનગર ખાતે રહેતા વિજય બાબુભાઈ પરમાર નામના શખસે પોતાની મોહજાળમાં ફસાવી લગ્નની લાલચ અાપી હતી. ત્યારબાદ અા શખસે યુવતીને સતત ચાર વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ ફેરવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અા યુવતી ગર્ભવતી બની ત્યારે તેણે યુવક પર લગ્ન અંગે દબાણ કરતાં અા શખસ તેને તરછોડી નાસી છૂટ્યો હતો. યુવતીના પિતાએ અા અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમની સઘન શોધખોળ શરૂ કરી છે.

ઓઢવની ફેકટરીમાં મોડી રાતે ભીષણ અાગ લાગતાં ભારે અફરાતફરી
અમદાવાદ: ઓઢવ-કઠવાડા રોડ પર અાવેલી એક ફેકટરીમાં ગઈ મોડી રાતે અચાનક જ ભીષણ અાગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ વોટર ટેન્કરો અને ફાયર ફાઈટરો સાથે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઈ રાતભર અાગ બુઝાવવાની કામગીરી ચાલુ રાખી હતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ઓઢવ-કઠવાડા રોડ પર અાવેલી પૂજા પ્લાસ્ટિક નામની પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેકટરીમાં ગઈ રાતે અચાનક જ અાગ ભભૂકી ઊઠી હતી. અાગના વિકરાળ સ્વરૂપના લીધે અાજુબાજુના રહીશોએ ભયના કારણે ભારે નાસભાગ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ અાઠ વોટર ટેન્કરો અને ફાયર ફાઈટરો સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી વહેલી સવારે અાગને અંકુશમાં લીધી હોવાનું જાણવા મળે છે.  અાગમાં ફેક્ટરીની મશીનરી, શેડ અને કાચો-પાકો માલ બળીને ખાક થઈ ગયો હતો. અાગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક અને  રિક્ષા અથડાતાં બે યુવાનોનાં મોત

અમદાવાદ: કચ્છના માંડવી નજીક રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં બે યુવાનોના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. અા અંગેની વિગત એવી છે કે માંડવીના પંકજ સોની (ઉં.વ.૩૩) અને બીદડાના જયંતી સંઘાર (ઉં.વ.૨૧) બંને મિત્રો બાઈક ઉપર માંડવી તરફ જઈ રહ્યા હતા ત્યારે સિદ્ધાર્થ પેટ્રોલપંપ પાસે સામેથી અાવી રહેલ રિક્ષાએ બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં અા બંને યુવાનોના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૯ લિટર દેશી દારૂ, ૧૦ બોટલ વિદેશી દારૂ, ૩૦ બિયરનાં ટીન, એક સ્કૂટર, એક બાઇક, રૂ.૨૮૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૦ શખ્સની ધરપકડ કરી છે. અા ઉપરાંત તકેદારીનાં પગલાંરૂપે પોલીસે ૨૧ શખસની અટકાયત કરી હતી

વટવાની સગીરાનું અપહરણ
અમદાવાદઃ વટવા વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં ઘોડાસર નજીક નિગમ બસ સ્ટેન્ડ પાસે રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બાઈક-રિક્ષા અને ટેમ્પાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બાઈક-રિક્ષા અને ટેમ્પોની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. પાલડી બસસ્ટેન્ડ પાસેથી એક બાઈકની, વિક્ટોરિયા ગાર્ડન પાસેથી એક રિક્ષાની અને નારોલ સર્કલ પાસેથી ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાનના ગલ્લામાં અાગ લાગતાં દોડધામ
અમદાવાદઃ એસજી હાઈ વે પર ગ્રાન્ડ ભગવતી પાસે અાવેલ પાનના ગલ્લામાં ગઈ મોડી રાતે અાગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી. અાગમાં ગલ્લામાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

નદીમાંથી વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમાલપુર સપ્તર્ષિના આરે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ મળી અાવતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. મરનારનું નામ સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી નથી.

You might also like