અમદાવાદમાં 14 કિલો સોનાની ચોરીનો ઉકેલાયો ભેદ, ક્રાઈમબ્રાન્ચે કરી સગા ભાઈ-બહેનની ધરપકડ

અમદાવાદની SIS લોજીસ્ટીક કંપનીમાં ગોલ્ડ લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે સગા ભાઈ અને બહેનની કરી ધરપકડ કરી છે.

જાણકારી અનુસાર ગોલ્ડ કેસમાં ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન શનિવારે સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી SIS લોજીસ્ટીક કંપનીમાં 14 કિલો સોનાની લૂંટ કેસમાં સાગર ભાગચંદાની ભાઈ અને તેની બહેનની ક્રાઈમ બ્રાંચ દ્વારા વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ફ્લેટમાંથી ધરપકડ કરી છે. ઉપરાંત લૂંટમાં ઉપયોગ લેવાયેલ હોન્ડા બાઇક પણ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું. આરોપીઓ જોડેથી તમામ મુદામાલ કબજે કરાયો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દેવું થઈ જવાના કારણે ભાઈ-બહેને લૂંટ કરી હતી. બન્ને ને પોતાના મોજશોખ પુરા કરવા માટે દેણું કર્યું હતું. લૂંટના બે દિવસ પહેલાથી જ SIS કંપનીની બહાર તમામ પ્રકારની રેકી કરાઈ હતી.

You might also like