અમદાવાદઃ શહેરના ક્રાઈમ અંગેના સમાચાર, ક્યાંક થયું મોત તો ક્યાંક અપહરણ

શાહીબાગમાં ઘરફોડ ચોરી
શાહીબાગ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કચ્છી ભવન સામે આવેલ અરિહંત નગરના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.૪.રપ લાખની મતાની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગેસનો બાટલો ફાટતાં કિશોરનું મોત
સરસપુર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં ગેસનો બાટલો ફાટતાં કિશોરનું મોત થયું છે. સરસપુરમાં અનિલ મિલ પાછળ આવેલી મથુરજીની ચાલીમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી થવાથી પ્રેમશંકરભાઇ રાજપૂત નામના ૧પ વર્ષના કિશોરનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં ગુનો દાખલ કરાયો છે. ઓઢવમાં જીઆઇડીસી નજીક આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતી ૧પ વર્ષીય સગીરાને કોઇ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતા સઘન શોધખોળ શરૂ કરાઇ છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૯૧૪ લિટર દેશી દારૂ, ૪૮ બોટલ વિદેશી દારૂ, બે સ્કૂટર, એક રિક્ષા, રૂ.૬૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧ર૩ શખસોની ધરપકડ કરી છે.

નશાબંધીના ભંગ બદલ ૧રરની ધરપકડ
દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર ધાંધલ ધમાલ કરતા ૧રર દારૂડિયાને પોલીસે જુદા જુદા વિસ્તારમાં ઝડપી લઇ લોકઅપ ભેગા કરી દીધા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે તકેદારીનાં પગલાંરૂપે પ૭૯ ઇસમોની અટકાયત કરી હતી.

You might also like