ક્રાઈમ બ્રીફ વાંચો એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ અાનંદનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અાનંદનગર વિસ્તારમાં રહેતી ઈન્દિરાબહેન દિલીપભાઈ મહેતા નામની મહિલા અાદિત્યનાથ બંગ્લોઝ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર અાવેલા ગઠિયા તેના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાંથી એક સગીરાને ગઠિયો ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઈસનપુરમાં કાંતિનગર ખાતે રહેતી એક સગીરાને અમરાઈવાડીનો હર્ષદ બાબભાઈ ચૌહાણ નામનો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૨૯ લિટર દેશી દારૂ, ૧૭ બોટલ વિદેશી દારૂ, ૩૯ બિયરનાં ટીન, બે રિક્ષા, એક કાર, રૂ. ૩૮ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૮૪ શખસની ધરપકડ કરી હતી.

તકેદારીરૂપે ૨૦૫ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીના પગલાંરૂપે ૨૦૫ ઈસમની અટકાયત કરી છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ અાઠ દારૂડિયાઓને પકડી લોકઅપ ભેગા કરી દીધા છે.

સભા સરઘસ પર પ્રતિબંધ
અમદાવાદઃ શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી તા. ૧૩-૦૮-૨૦૧૬થી તા.૧૧-૧૦-૨૦૧૬ સુધી શહેરમાં સરઘસ કાઢવા પર અને સભા ભરવા તેમજ ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

You might also like