ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો માત્ર એક ક્લિક પર

બાપુનગરમાં એક યુવાન અને યુવતીએ ગળાફાંસો ખાધો
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અાપઘાતના ત્રણ બનાવ બન્યા છે, જેમાં એક યુવાન અને યુવતીએ ગળાફાંસો ખાઈ અને અેક અાધેડે નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી નાખતાં પોલીસે ગુનો દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે બાપુનગરમાં અાવેલ યોગેશ્વરપાર્ક ખાતે રહેતા જિતેન્દ્ર ભીખાભાઈ મોરડિયા નામના યુવાને અંગત કારણસર પોતાના ઘરમાં જ બપોરના સમયે ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. જ્યારે અા જ વિસ્તારમાં અને યોગેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતી માધુરી ‌િનખિલભાઈ સોની નામની યુવતીએ પણ સાંજના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. અા ઉપરાંત ઘોડાસરમાં રહેતા અર્જુનભાઈ તુલસીદાસ નામના અાધેડે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. પોલીસે ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાગળની તપાસ હાથ ધરી છે.

એન્જિનિયર અને ક્લાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા
અમદાવાદઃ નવસારી એ‌િગ્રકલ્ચર યુનિવર્સિટીના ઓવરસિયર એન્જિનિયર અને ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના ક્લાર્કને એસીબીએ લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે નવસારી એ‌િગ્રકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેના ‌િબલની ચુકવણી કરવા માટે ઓવરશિયર એન્જિનિયર પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે રૂ. દોઢ લાખની લાંચની માગણી કરી હતી. જે રકમ સ્વીકારતાં એસીબીએ પ્રજાપતિને અાબાદ ઝડપી લીધા હતા. અા ઉપરાંત ભરૂચ સામાજિક વનીકરણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રતન વસાવાએ એક નિવૃત્ત કર્મચારી પાસે મળવાપાત્ર લાભ મળી રહેતાં તે માટેની જરૂરી કાર્યવાહી કરી અાપવાના બદલામાં રૂ. પાંચ હજારની લાંચની માગણી કરી હતી, જે પૈકી રૂ. ૨૫૦૦ની રકમ સ્વીકારતાં રતન વસાવા પોલીસના છટકામાં ઝડપાઈ ગયા હતા.

ભેદી રીતે ગુમ થયેલા વેપારીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ દાહોદ શહેરમાંથી અાઠ દિવસ અગાઉ ગુમ થયેલ વેપારીની હત્યા કરી ખાડામાં દાટી દીધેલી હાલતમાં લાશ મળી અાવતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અા અંગેની વિગત એવી છે કે દાહોદમાં અાવેલી ઝુલેલાલ સોસાયટીમાં રહેતા વેપારી મોહનદાસ બાલવાની ગઈ તારીખ ૧૨મીના રોજ રહસ્યમય સંજોગાેમાં ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ અા વેપારીનો મૃતદેહ ખેરિયા ગામ જવાના રસ્તા પર ખોદેલા ખાડામાંથી દાટેલી હાલતમાં મળી અાવ્યો હતો. પોલીસે ત્વ‌િરત તપાસ શરૂ કરી અા હત્યામાં દિલીપ ભાવસિંહની સંડોવણી હોવાનું જણાતાં તેની અટકાયત કરી પૂછપરછ કરતાં સોનુ બામણિયા નામના યુવાનનું પણ નામ ખુલ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દિલીપ મોહનદાસ પાસે દલાલીના અાઠ લાખ રૂપિયા માગતો હતો, જે રકમ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અાથી જ દિલીપ અને સોનુએ અા વેપારીનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાનું બહાર અાવ્યું હતું. સોનુ નાસી છૂટ્યો હોઈ પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

બે બાઈક સામસામે અથડાતાં બે યુવાનનાં મોત
અમદાવાદઃ ધુવારણ રોડ પર બે બાઈક સામસામે અથડાતાં બે યુવાનનાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયાં હોવાનું જાણવા મળે છે. ખંભાત ખાતે રહેતા મુસીરઅલી અમજદઅલી સૈયદ અને જુનેદઅલી ઈનાયતઅલી સૈયદ કલમસર ખાતે અને ભાવનગર ખાતે રહેતા સુરેશ સિંધા અને મનુભાઈ સિંધા ધુવારણ ખાતે કોઈ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે અા રોડ પર બંને બાઈક સામસામે અથડાતાં સુરેશ િસંધા અને મુસીરઅલી સૈયદનાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી હતી.

નરોડામાં બે રીઢા ગુનેગાર ઝડપાયા
અમદાવાદઃ ચેઈન સ્નેચિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા-ફરતા રીઢા ગુનેગાર રવિ બજરંગ અને પવન શુકલાને પોલીસે નરોડા પોલીસે ઝડપી લઈ નરોડા, મણિનગર, વાડજ વગેરે વિસ્તારમાં અગાઉ બનેલી ચેઈન સ્નેચિંગ સહિતના ગુનાના ભેદ ઉકેલી કાઢી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

વસ્ત્રાલમાં રૂ. ૭૦ હજાર મતાની ચોરી
અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલમાં અાવેલ શહેરી ગરીબ વિકાસ યોજનાના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. ૭૦ હજારની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કારનો કાચ તોડી બેગની તફડંચી
અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં કારનો કાચ તોડી રોકડ રકમ સાથેની બેગની તફડંચી કરવામાં અાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુરમાં સાલ હોસ્પિટલ સામે પાર્ક કરેલી એક કારના દરવાજાનો કાચ તોડી ગઠિયો રૂ. ૮૮ હજારની મતા સાથેની બેગની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૬૦ લિટર દેશી દારૂ, ૧૨૫ બોટલ વિદેશી દારૂ, ૧૧૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઈક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૬ શખસની ધરપકડ કરી હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી એક સગીરાને ગઠિયો ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં અાસોપાલવ સોસાયટી નજીક બસસ્ટેન્ડ પાસેથી ૧૫ વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. http://sambhaavnews.com/

You might also like