ક્રાઇમ બ્રિફઃ જાણો શહેરના ક્રાઇમ ન્યુઝ માત્ર એક ક્લિક પર

યુવાને નદીમાં ઝંપલાવ્યુંઃ અકસ્માતે મહિલા સહિત બે વ્યક્તિનાં મોત
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા છે. જેમાં એક યુવાને નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી જ્યારે વાહનની અડફેટે એક મહિલાનું અને બિલ્ડિંગમાંથી પટકાતાં એક મજૂ્રનું મોત થયું હતું. મણિનગરમાં અાવેલી શંકર ઘાંચીની ચાલીમાં રહેતા લોરેસ એલ્ફી ડાયસે અગમ્ય કારણસર બપોરના ૧.૩૦ વાગ્યાના સુમારે અાંબેડકર બ્રિજ પરથી સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. જ્યારે નારોલમાં રંગોલી બ્રિજના છેડે શ્રીજી બંગ્લોઝ નજીક રોડ ક્રોસ કરી રહેલી અલકાબહેન કીર્તિકુમાર જોષી નામની મહિલા અાઇશર ગાડીની અડફેટે અાવી જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા ઉપરાંત નવરંગપુરમાં વિજય ચાર રસ્તા પાસે નવા બની રહેલી એક બિલ્ડિંગના ચોથા માળે સેન્ટિંગનું કામ કરી રહેલ દશરથ રામવિલાસ દાસ નામનો યુવાન ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજા થવાના કારણે તેનું પણ મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

એસબીઅાઈના કેશિયરે ભેદી સંજોગોમાં અાપઘાત કરતાં ચકચાર
અમદાવાદઃથરાદ ખાતે અાવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા એક કેશિયરે રહસ્યમય સંજોગોમાં અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
અા અંગેની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના બાડમેર તાલુકાના જશવંત ગામના રહીશ પ્રેમપ્રકાશ સરદારમલ પ્રજાપતિ (ઉં.વ.૩૩) તેમના પરિવાર સાથે થરાદમાં અાવેલી ધોરોવાસ સોસાયટીમાં રહેતા હતા અને થરાદની એસબીઅાઈ બેન્કમાં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા. અા કેશિયર પ્રેમપ્રકાશ પ્રજાપતિએ મોડી રાતે દોઢ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણસર પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ અાત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી પરંતુ પ્રેમપ્રકાશ પ્રજાપતિએ કરેલા અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ ચાંદખેડામાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડામાં ન્યૂ સી જી રોડ પર દેવનંદન હાઈટ્સ પાસેથી પસાર થઈ રહેલ રિતુબહેન માથુર નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

સ્વિફ્ટ કાર અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ ઓઢવ અને સારંગપુરમાંથી સ્વિફ્ટ કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં અાવેલી રાજરત્ન પાર્ક સોસાયટીના પાર્કિંગમાંથી રૂ. પાંચ લાખની કિંમતની સ્વિફ્ટ કારની અને સારંગપુર ક્લોથ માર્કેટ પાસેથી એક લોડિંગ રિક્ષાની તસ્કરોએ ઉઠાંતરી કરતા તપાસ હાથ ધરવામાં અાવી છે.

૩૦ નંગ તેલના ડબ્બાની ચોરી
અમદાવાદઃ દરિયાપુર વિસ્તારમાંથી ૩૦ નંગ તેલના ડબ્બા અને સિંગદાણાની ૨૦ બોરીની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. દરિયાપુરમાં ચોખા બજાર ખાતે અાવેલ એક દુકાનમાં કામ કરતો અશોક મારવાડી નામનો શખસ દુકાનમાંથી ૩૦ નંગ તેલના ડબ્બા અને ૨૦ બોરી સિંગદાણા લઈ ફરાર થઈ ગયો હતો.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૫૦ લિટર દેશી દારૂ, ૪૩૬ બોટલ વિદેશી દારૂ, ૬૫ બિયરનાં ટીન, એક કાર, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૧૧ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૮ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૦૬૫ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૦૬૫ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે.

home

You might also like