ક્રાઇમ બ્રિફઃ વેજલપુર-વટવામાં મંગલસૂત્ર અને લેપટોપની તફડંચી

અમદાવાદઃ વેજલપુર અને વટવા વિસ્તારમાં તફડંચીના બે બનાવ બનતા પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે વેજલપુરમાં અાવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના એક મકાનમાં તસ્કરે ધોળા દિવસે ઘૂસી સોનાનો દોરો અને રૂ. એક લાખની કિંમતના મંગલશૂત્રની તફડંચી કરતા અા અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે. જ્યારે પાલડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે અાવેલ અાયોજનનગર ખાતે રહેતા દિપેશભાઈ લાઠીએ પોતાની કાર વટવા જીઅાઈડીસી ફેઝ નં.૪ પ્લોટ નં. ૭૧૧માં અાવેલ મરુધર ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે પાર્ક કરી હતી અને તે કોઈ કામ સબબ જીઅાઈડીસીની અન્ય ઓફિસમાં ગયા હતા તે દરમિયાન કોઈ તસ્કરે કારના દરવાજાનો કાચ તોડી લીનોવો કંપનીના લેપટોપની તફડંચી કરી હતી. અા ઉપરાંત પાલડીમાં ચંદ્રનગર ચાર રસ્તા પાસે અાવેલ એસબીઅાઈ ઓફિસલ કોલોનીના પાર્કિંગમાંથી એક હોન્ડાસિટી કારની ઉઠાંતરી થતાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

મુસાફરોના સ્વાંગમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ
રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી ટોળકીને મહેસાણા રોડ પરથી પોલીસે ઝડપી લઈ સઘન કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ, મહેસાણા અને પાલનપુરમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટી લેવાના સંખ્યાબંધ બનાવ બનતા પોલીસે અા પ્રકારના બનાવો અટકાવવા ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસ મહેસાણા નજીક પલાસણા ચાર રસ્તા પાસે વોચમા હતી ત્યારે એક રિક્ષા પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ઝડપી લઈ દિનેશ દેવીપૂજક, અજય દેવીપૂજક, કમલેશ દેવીપૂજક અને સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી તલાસી લેતા અા શખસો પાસેથી તિક્ષ્ણ હથિયાર મળી અાવ્યા હતા. અારોપીની પૂછપરછ દરમિયાન અા ટોળકી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી રિક્ષાચાલકના મેળાવીપણાથી અન્ય મુસાફરોને ધાકધમકી અાપી કિંમતી માલસામાનની લૂંટ ચલાવતા હોવાની કબૂલાત કરી હતી.

ટ્રકમાંથી ૧૫ લાખનાં કાજુનાં કટ્ટાંની ચોરી
અમદાવાદ: રાજકોટ-કુવાડવા રોડ પર પાર્ક કરેલ એક ટ્રકમાંથી રૂ. ૧૫ લાખની કિંમતના કાજુના કટ્ટાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુવાડવા રોડ પર યાતાયાત પેટ્રોલપંપ પાસે અયોધ્યાના સતિષ પડિયાસીએ કાજુના કટ્ટા ભરેલી ટ્રક પાર્ક કરી હતી. રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ ટ્રકની તાડપતરી કાપી નાખી ટ્રકમાંથી કાજુ ભરેલા ૫૫ કટ્ટાની ચોરી કરી હતી. ૨૭૦૦ કિલો વજનધરાવતા અા કાજુના કટ્ટાની કિંમત અાશરે રૂ. ૧૫ લાખ જેટલી થાય છે.

You might also like