ક્રાઇમ બ્રીફ , જાણો એક ક્લિક પર

ખોખરામાં સોનાનાં ઘરેણાંની ચોરી
અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખોખરામાં લાલભાઈ સેન્ટરની બાજુમાં અાવેલ કનાન પાર્કના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. ૫૭ હજારની કિંમતનાં સોનાનાં ઘરેણાંની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઠિયા બે સગીરાને ઉઠાવી ગયા
અમદાવાદઃ ખોખરા અને શાહીબાગ વિસ્તારમાંથી બે સગીરાને ગઠિયા ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યા છે. ખોખરામાં લાલભાઈ સેન્ટર નજીક રહેતી એક સગીરાને કોઈ અજાણ્યો શખસ ઉઠાવી ગયો હતો જ્યારે શાહીબાગમાં ખોડીદાસની ચાલીમાં રહેતી એક સગીરાને વિવેક ભાવસાર નામનો શખસ ઉઠાવી જતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

ટેમ્પો-બાઈક, રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નારોલ અને સીટીએમ ચાર રસ્તાથી ટેમ્પો, બાઈક, રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી ટેમ્પોની, જશોદાનગર ચોકડી પાસેથી એક બાઈકની અને સીટીએમ ચાર રસ્તા નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડી ૨૮૫ લિટર દેશી દારૂ, ૫૧ બોટલ વિદેશી દારૂ, ૩૦ બિયરનાં ટીન, બે બાઈક, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૩ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૨૭૦ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૨૭૦ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૧૫ શખસની ધરપકડ કરી ગુના દાખલ કર્યા છે.

લગ્નનાં વચન અાપી બે યુવતી પર બળાત્કાર
અમદાવાદઃ શહેરના અાંબાવાડી, ચાંદખેડા અને કૃષ્ણનગરમાં રહેતી ત્રણ યુવતીઓને ગઠિયાઓએ લગ્નનાં વચન અાપી બળાત્કાર ગુજારતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય એક યુવતીને રાજસ્થાનના પ્રદીપ રાઠોડ નામના શખસે લલચાવી-ફોસલાવી પોતાના વશમાં કરી હતી ત્યારબાદ તેને લગ્નનું વચન અાપી ગુજરાત કોલેજ પાસે અાવેલ એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેની અભદ્ર વીડિયોક્લિપ ઉતારી બદનામ કરવાની ધમકી અાપી બળાત્કાર ગુજાર્યો હતો. અા અંગે બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અા ઉપરાંત કૃષ્ણનગરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીને રોહિત પટેલ નામનાે શખસ લગ્નની લાલચ અાપી પિલવાઈ ગામે લઈ ગયો હતો જ્યાં તેના સંબંધીના ઘરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નાસી છૂટેલા બંને નરાધમોની સઘન શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી અા બંનેનો પતો લાગ્યો નથી.

ઘરકામ બાબતે માતાએ ઠપકો અાપતાં કિશોરીનો અાપઘાત
અમદાવાદઃ વાસણા વિસ્તારમાં રહેતી એક કિશારીએ માતાએ ઠપકો અાપતાં અાત્મહત્યા કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અા અંગેની વિગત એવી છે કે વાસણા વિસ્તારમાં ગુપ્તાનગર ખાતે અાવેલ સોમેશ્વરનગર વિભાગ-૧માં રહેતા જેઠાભાઈ ખુમાળની ૧૭ વર્ષની પુત્રી ભારતીએ સાંજના સાત વાગ્યાના સુમારે પોતાના ઘરમાં અાવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડતું મૂકતાં તેને બહાર કાઢી ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ભારતીની માતાએ તેને ઘરકામ બાબતે ઠપકો અાપતાં મનમાં લાગી અાવવાથી તેણે અા અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા ઉપરાંત જમાલપુર પુલ પાસે ફૂલબજાર નજીક સાબરમતી નદીમાંથી એક અાધેડની લાશ મળી અાવી હતી. અા ઘટના અકસ્માતની છે કે અાપઘાતની તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી.

વેપારીઓ સાથે રૂ. ૧૧ લાખની છેતરપિંડી
અમદાવાદઃ શહેરકોટડામાં વેપારીઓ સાથે ૧૧ લાખની છેતરપિંડી કરનાર શખસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. મેઘાણીનગરમાં રહેતા ઉત્તમસિંહ રાજપૂત અને અન્ય વેપારીઓ પાસેથી રમેશ માંગીલાલ મારવાડી નામના શખસે રૂ. ૧૧ લાખની કિંમતના ૭૫૭૬ પેન્ટ અને પેન્ટની લુક્સપટ્ટીની સિલાઈ કરવાનું મશીન પેન્ટના સિલાઈકામ માટે લઈ ગયો હતો. ત્યારબાદ અા વેપારીઓને પેન્ટ અને મશીન પરત નહીં અાપી રમેશ મારવાડીએ વેપારી સાથે વિશ્વાસઘાત કરતાં અા અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.

You might also like