Categories: Gujarat

ક્રાઇમ બ્રીફ જાણો બસ એક ક્લિક પર

દાઝી જતાં એક મહિલાનું મોત
અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં દાઝી જવાથી એક મહિલાનું મોત થયું હતું. મેઘાણીનગરમાં નગીનાવાડી ખાતે રહેતી કુસુમબહેન શીશુપાલ ચૌહાણ નામની મહિલા રસોઈ બનાવતી હતી તે દરમિયાન અકસ્માતે દાઝી જવાથી તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૭૮ લિટર દેશી દારૂ, ૩૨૫ બોટલ વિદેશી દારૂ, ૧૭૦ બિયરનાં ટીન, એક સ્કૂટર, એક બાઈક, એક કાર, ૧.૭૫ લાખની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૬૭ શખસની ધરપકડ કરી અા અંગે ગુના દાખલ કર્યા છે.

ગઠિયો યુવતીને ઉઠાવી ગયો
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાંથી એક યુવતીને ગઠિયો ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં જીવનજ્યોત ચાર માળિયા પાસે અાવેલ ઈન્દિરાનગર ખાતે રહેતી એક યુવતીને તેના ઘર નજીકથી કોઈ અજાણ્યો શખસ ઉઠાવી જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

અગમચેતીરૂપે ૨૧૨ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારોમાંથી ૨૧૨ ઈસમની અટકાયત કરી હતી. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૧૯ દારૂડિયાને ઝડપી લઈ લોકઅપ ભેગા કર્યા હતા. અા ઉપરાંત પોલીસે પાસા હેઠળ પણ ૬ની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ફૂટપાથ પરથી એક વૃદ્ધની લાશ બિનવારસી હાલતમાં મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળે છે.

બીમારીથી કંટાળેલા યુવાને નદીમાં ઝંપલાવ્યું
બીમારીથી કંટાળેલા એક યુવાને નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરતાં રિવરફ્રન્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શાહપુર વિસ્તારમાં દરવાજાના ખાંચા નજીક અાવેલી બોરડીવાળી પોલમાં રહેતા માલવ કિરિટભાઈ ત્રિવેદી નામના ૩૧ વર્ષીય યુવાન છેલ્લા કેટલાક વખતથી બીમારીથી પીડાતો હતો. બીમારીથી કંટાળેલા અા યુવાને નહેરુબ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે ઘાટ નં.૮ નજીક સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી હતી.

કેમિકલ કંપનીમાં ભીષણ અાગ લાગતાં દોડધામ
વડોદરા નજીક પાદરા પાસે એકલબારા ગામ નજીક અાવેલ એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ અાગ લાગતા ૨૦ લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. અા અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં પોનેરિયા કેમિકલ કંપનીના ગોડાઉનમાં મોડી સાંજે અચાનક જ કેમિકલ ભરેલાં ડ્રમમાં ભીષણ અાગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. અાગ અને કેમિકલના કારણે ૨૦ જેટલા લોકોને અસર થતાં તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. બનાવની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી.

Navin Sharma

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

12 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

13 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

13 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

13 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

14 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

14 hours ago