અસામાજિક તત્ત્વો-વિવિધ ગેંગ પર ક્રાઈમબ્રાંચની વોચ

અમદાવાદ: મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઓથે કોઇ અસામા‌િજક તત્વો શહેરનું શાંતિમય વાતાવરણ ન ડહોળે તે હેતુસર અગમચેતીનાં પગલાંરૂપે શહેર ક્રાઇમ બ્રાંચે એક અનોખી વ્યૂહરચના ઘડી કાઢી છે, જેના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી ગુપ્ત વોચ ગોઠવીને અસામા‌િજક તત્ત્વો ઉપર વોચ રાખવાની શરૂ કરી છે.

બે દિવસ પહેલાં શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદનગરમાં હથિયારધારી ટોળકી મારવા આવી હોવાના સમાચાર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા પીસીઆર વાનને મળતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં કેટલાંક અસામા‌િજક તત્ત્વોએ પીસીઆર વાન ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસે સચીન રાજપૂત સહિત 7 વ્યકિતઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાના પગલે ગઇ કાલે ક્રાઇમ બ્રાંચના તમામ પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં શહેરની વિવિધ ગેંગને કંટ્રોલમાં કરવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરમાં વિવિધ ગેંગ જેવી કે ફ્રેકચર ગેંગ, લાકડા ગેંગ, વહાબ ગેંગ, લતીફ ગેંગ જેવી અન્ય ગેંગનાં અસામા‌િજક તત્ત્વો ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષોના ઓથે સક્રિય થાય તેવી સંભાવના લાગી રહી છે, જેના પગલે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ગુપ્તવોચ રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યુું છે. આ ઉપરાત જો યોગ્ય લાગે તો તેમને પાસા હેઠળ કે પછી તડીપાર પણ કરી દેવા તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

You might also like