ભારતીય યુવાનોને ફસાવવાની કોશિશ કરતું પાકિસ્તાની વોટ્સઅેપ ગ્રૂપ

બરેલી: પાકિસ્તાનના નંબરો દ્વારા વોટ્સઅેપ પર ગ્રૂપ બનાવી કેટલાક ભારતીય યુવાનોને ફસાવવાની કોશિશ થઈ રહી છે. આ ગ્રૂપમાં પોલીસ કર્મચારીઓથી લઈને નામચીન પરિવારના યુવાનો સામેલ છે.

આ અંગે ખાસ બાબત અે છે કે તેમને ગ્રૂપમાં સતત ચાલુ રાખવા કેટલાક નંબરોના પ્રોફાઈલ ‌પિક્ચરમાં છોકરીઓનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને તેઓ છોકરી બનીને વાત કરે છે. રંગરસિયા નામથી બનેલા આ ગ્રૂપમાં યુવાનોને સાંકળવા અને તેમની માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બરેલીથી પાકિસ્તાનના અેજન્ટ અેઝાઝની ધરપકડ અને પઠાણકોટમાં હુમલા બાદ આ માહિતી પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે, જોકે હાલ નંબર બહાર આવતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

વોટ્સઅેપ ગ્રૂપ પર રંગરસિયા ફિલ્મની ફોટો પ્રોફાઈલનો ચિત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં બે અેડ્મીન બનાવવામાં આવ્યા છે, જે સ્થાનિક નંબર છે. ત્રણ નંબર પાકિસ્તાનના છે. જેમાં ૯૨૩૧૧૩૮૪૦૬૨૩ પર ફૈજ, ૯૨૩૧૩૩૫૩૦૪૮ પર શોઅેબ અને ૯૨૩૩૩૧૧૭૦૦૬ પર સૈયદ શુઆઉદ્દીન નામ લખીને આવી રહ્યા છે. આ ઉપરાંત ગ્રૂપ પર જોર્ડનનો ૯૬૬૫૦૮૭૧૦૮૪૦ નંબર પણ જોડવામાં આવ્યો છે.

આ ગ્રૂપમાં અનેક અેવા નંબરો છે, જેના પર છોકરીઓના પ્રોફાઈલ ફોટા લાગેલા છે અને આવા જ નંબર પર વાત કરવામાં આવતાં યુવકે ફોન ઉઠાવી તેનું સરનામું ગણેશનગર જણાવ્યું હતું. જ્યારે ગ્રૂપના કન્ટેન્ટની તપાસ કરી તો તેમાં મોટા ભાગે અશ્લીલ સાહિત્ય રજૂ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. આ અગાઉ ગુરુવારે પણ કેટલાક પાકિસ્તાની મોબાઈલ નંબરો દ્વારા વોટ્સઅેપ ગ્રૂપ બનાવીને કોલેજિયનોને તેમાં જોડવામાં આવી રહ્યા હોવાનંુ જાણવા મળ્યું છે.

ત્યારબાદ સાયબર સેલે પાકિસ્તાની નંંબરોથી લોકેશન મેળવવા શરૂ કરી દીધું છે. પાકિસ્તાની નંબરો દ્વારા વિદ્યાર્થીઓને વોટ્સઅેપ ગ્રૂપમાં જોડીને મિત્રતાના બહાને તેમની માહિતી મેળવવામાં આવતી હોવાની વિગતો બહાર આવી છે. આ માટે બરેલીની અતિસંવેદનશીલ શહેરમાં ગણતરી થઈ રહી છે. પાકિસ્તાનની ગુપ્તચર અેજન્સીનાે જાસૂસ અેઝાઝ મહંમદ પકડાઈ ગયા બાદ પાકિસ્તાનમાં થતા તમામ ફોન પર ગુપ્તચર વિભાગ ખાસ વોચ રાખી રહ્યું છે.

You might also like