VIDEO: પ્રવીણ તોગડિયાનું અપહરણ થયું ન હતું: ક્રાઈમ બ્રાંચ JCP

અમદાવાદઃ પ્રવીણ તોગડિયા મુદ્દે સ્પષ્ટતા કરવા માટે આજે ક્રાઈમ બ્રાંચનાં જેસીપીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ રાજસ્થાન પોલીસનાં ગુજરાત આગમનથી માંડીને પ્રવીણ તોગડિયા બેભાન અવસ્થામાં મળી આવવા સુધીનાં ઘટનાક્રમની માહિતી આપી હતી.

તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,”રાજસ્થાન પોલીસ પાસે ધરપકડ વોરંટ હતું પરંતુ પ્રવીણ તોગડિયા ઘેર મળી આવ્યા ન હતાં. ઉપરાંત પાલડી પોલીસે પણ પ્રવીણ તોગડિયાનાં ઘરનું સર્ચ કર્યું નથી.

આ સાથે જ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે પ્રવીણ તોગડિયાનું અપહરણ થયું જ ન હતું. જો તેઓ સિક્યુરીટી સાથે ગયા હોત તો આવો પ્રશ્ન જ ન આવ્યો હોત. જો કે ડોક્ટર પ્રવીણ તોગડિયાનાં સતત સંપર્કમાં હતાં. જે અંગે હવે પછીથી તેમનું નિવેદન લેવામાં આવશે.”

 • તોગડિયા 2.30 વાગે સીક્યુરીટીને બોલાવવાના હતાઃ ક્રાઈમબ્રાંચ
 • તોગડિયા દાઢીવાળા ભાઈ સાથે ગયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • ધીરૂભાઈ કપૂરિયા સાથે તોગડિયા ગયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • રીક્ષામાં ગયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • થલતેજ ખાતે ઘનશ્યામ ચરણદાસના ઘરે ગયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • 11.31 વાગે ગયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • બપોરે નહેરૂનગર તરફ જવા રવાના થયા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • પ્રવીણભાઈ 108ની રાહ જોતા હતાઃ ક્રાઈમબ્રાંચ
 • કોઈ પણ સારવાર વગર હોસ્પિટલ જવા કહ્યુ હતુઃ ક્રાઈમબ્રાંચ
 • સાંજે 6 વાગ્યાની આસપાસ ડો.અગ્રવાલનો સંપર્ક કરાયો હતોઃ ક્રાઈમબ્રાંચ
 • ઘનશ્યામભાઈ ઘરે જ હતાઃ JCP
 • કોઈ પણ અપહરણ થયું ન હતુ: JCP
 • સિક્યુરીટી સાથે ગયા હોત તો આવો પ્રશ્ન ન આવ્યો હોતઃ JCP
 • રણછોડભાઈ સીધા અમારી પાસે આવ્યા હતાઃ JCP
 • તોગડિયાના ઘરનું પાલડી પોલીસે કોઈ સર્ચ નથી કર્યુઃ JCP

You might also like