રાજકોટમાં કોટેચા કંપનીએ દેનાબેંક સાથે કરી છેતરપિંડી

આજકાલ બેંકો સાથે છેતરપિંડીની મૌસમ પુરબહારમાં ખીલી છે. એક કૌભાંડના પડઘા શાંત પડે ત્યાં બેંકો સાથેનું બીજું કૌભાંડ ગાજે છે. રાજકોટમાં દેનાબેંક સાથે વધુ એક સીસીલોન કૌભાંડ સામે આવ્યું છે..

રાજકોટમાં ઢેબર રોડ પર આવેલ દેનાબેંક જોડે એક કંપનીએ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોટેચા કંપનીએ દેના બેંકમાંથી 3 કરોડની લોન લીધી છે અને હવે તેને ભરપાઈ કરવામાં આનાકાની કરી રહી છે.

આ કંપનીના સંચાલકોએ દેનાબેંક માંથી 3 કરોડની લોન લઈને પરત કરી નથી. આ લોનની વ્યાજ સાથે રકમ હવે રૂપિયા 5.40 કરોડની થવા જઈ રહી છે. તેમ છતાં કંપની લોન ભરવા તૈયાર નથી. આ ગુનાઈત કૃત્યમાં કંપનીના 4 લોકો સામે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

You might also like