Categories: Gujarat

VIDEO: પ્રવિણ તોગડિયાનાં ગુમ થવા મામલે ક્રાઇમ બ્રાન્ચે યોજી પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેને લીધે વાતાવરણ ઘણું જ ગંભીર બની ગયું છે. તમને જણાવી દઇએ કે 10 વર્ષ જૂના કેસમાં રાજસ્થાનનાં ગંગાનગરની પોલીસે અમદાવાદમાંથી પ્રવિણ તોગડિયાની અટકાયત કરી છે.

પ્રવિણ તોગડિયાની અટકાયત કરી પોલીસ તેઓને સોલા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જેને લઇ વાતાવરણ ઘણું ગંભીર બનતા ત્યાં વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યકરો એકઠાં થઇ ગયાં હતાં. તેઓએ સોલા પોલીસ સ્ટેશનની આસપાસનાં વિસ્તારમાં એટલે કે એસ.જી હાઇવે પર વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો. કાર્યકર્તાઓએ અમદાવાદમાં એસ.જી હાઇ-વે પર રસ્તા પર બેસીને વાહનો અટકાવ્યા હતાં. જેને લઇ હાઇ-વે પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી.”

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન પોલીસે તોગડિયાની અટકાયત કરી અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી છે. ક્રાઈમ બ્રાન્ચ જેસીપીનાં જણાવ્યા પ્રમાણે એવું કહેવાય છે કે,”રાજસ્થાનમાં પ્રવીણ તોગડિયા સામે ફરિયાદ નોંધાઈ હતી.

જે બાદ રાજસ્થાન પોલીસે પ્રવીણ તોગડિયાની ધરપકડ માટે અમદાવાદની સોલા પોલીસની મદદ માગી હતી. ત્યાર બાદ પોલીસ તોગડિયાનાં ઘરે પહોંચી હતી પરંતુ તોગડિયા નિવાસ સ્થાને ન મળતા રાજસ્થાન પોલીસ પરત ફરી હતી.

રાજસ્થાન પોલીસે પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી નથી. આ સાથે જ જેસીપીએ જણાવ્યું હતું કે પ્રવિણ તોગડિયા સવારે 10.30 કલાકે પોતાનાં નિવાસ સ્થાનેથી નિકળ્યાં હતાં. જે બાદ મોડી રાત્રે તેઓ VHPમાં કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. જ્યાંથી તોગડિયા પોતાના સિક્યોરિટી ગાર્ડને અડધો કલાકનું કહી રીક્ષામાં બેસીને બહાર ગયાં હતાં.

પ્રવિણ તોગડિયા પોતાનાં કાર્યાલયથી એક દાઢીવાળા માણસ સાથે ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા હાલ CCTV કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ જેસીપીનાં જણાવ્યા પ્રમાણે, હાલ તોગડિયાની શોધખોળ માટે સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે. લોકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અમે તપાસ કરીએ જ છીએ. જો કે આ મામલે VHP દ્વારા હજુ સુધી કોઈ જ ફરિયાદ પણ નોંધાવવામાં આવી નથી.”

Dhruv Brahmbhatt

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

8 mins ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

19 mins ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

27 mins ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

36 mins ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

39 mins ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

39 mins ago