ભારતીય ક્રિકેટર રોહિત શર્માના રિતિકા સાથે લગ્ન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને રિતિકા સજદેહ આજે લગ્નનાં બંધનમાં જોડાશે. રોહિત શર્માના લગ્ન મુંબઇની તાજ હોટલમાં રાખવામાં આવ્યા છે. રોહિત શર્માના લગ્ન બપોરે થશે જ્યારે રિસેપ્શન રાત્રે રાખવામાં આવ્યું છે. રોહિત શર્માએ લગ્નમાં ગણતરીના મહેમાનોને જ આમંત્રણ પાઠવ્યું છે. લગ્નના મહેમાનોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અંબાણી પરિવાર, સચિન તેંડુલકર સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાઅનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોહિત શર્માના લગ્ન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.

You might also like