જગદીપ જસવાલનો થયો ક્રિકેટર મનદીપસિંહ

નવી દિલ્હીઃ હરભજનસિંહ અને યુવરાજસિંહ બાદ પંજાબનો વધુ એક ક્રિકેટર મનદીપસિંહ પણ લગ્નનાં બંધાનમાં બંધાઈ ગયો છે. ૨૫ વર્ષીય મનદીપસિંહે ગત રવિવારે ફગવાડાના એક ગુરુદ્વારામાં પોતાની ગર્લફ્રેન્ડ જગદીપ જસવાલ સાથે સાત ફેરા ફર્યા. બ્રિટિશ મૂળની જગદીપ એક ફાર્મસી કંપનીમાં હેલ્થકેર આસિસ્ટન્ટ છે. મનદીપે ફેસબુક પર પોતાનાં લગ્નની જાણકારી આપી. તે અત્યાર સુધી ત્રણ ટી-૨૦ મેચ રમ્યો છે, જેમાં ૮૭ રન બનાવ્યા છે. હરભજનસિંહે તેને શુભેચ્છા આપતાં લખ્યું, ”વધુ એક વિકેટ પડી… મનદીપ, તને શુભેચ્છા.”
http://sambhaavnews.com/

You might also like