ઇરફાનનાં રિસેપ્શનમાં ક્રિકેટરોથી માંડી બોલિવુડ અને રાજકારણીઓનો મેળાવડો

વડોદરા : ક્રિકેટર ઇરફાન પઠાણે ગત્ત ફેબ્રુઆરી મહિનામાં મોડલ સફા બેગ સાથે નિકાહ કર્યા હતા. નિકાહનાં એક મહિના બાદ આજે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં ભાગ લેવા માટે ક્રિકેટર વિનય કુમાર પોતાની પત્ની રિચા, રોબિન ઉથપ્પા પત્ની શિતલ, આર.પી સીગ, પિયુષ ચાવલા અને વી.વી.એસ લક્ષ્મણ સહિતનાં ખેલાડીઓ વડોદરાનાં મહેમાન બન્યા હતા. જ્યારે બોલિવુડમાંથી યુવિકા ચૌધરી, મોહિત મલીક પત્ની સાથે વડોદરા આવી પહોંચ્યો હતો. સફા બેગની બહેન અને તેનાં પતિ પણ વડોદરા ખાતે જેદ્દાહથી હાજર રહ્યા હતા.

ઇરફાનનાં રિસેપ્શનમાં જેદ્દાહથી સાઢુઅલીઉદ્દીન અથર પોતાની પત્ની અને સફાની બહેન સાથે આવી પહોંચી હતી. સફાની બહેન સલવા સફાની એક આઇટી પ્રોફેશ્નલ સાથે લગ્ન કર્યા છે. સલવા ગૃહીણી છે. જો કે હાઇએલર્ટ વચ્ચે રિસેપ્શનનાં કારણે રિસેપ્શન વડોદરા પોલીસ માટે એક સમસ્યા બની ગયો હતો. હાઇએલર્ટનાં કારણે મોટા ભાગનો પોલીસ સ્ટાફ વિવિધ મહત્વનાં સ્થળો અને ચેકિંગ પર લાગેલો હતો. જો કે રિસેપ્શનમાં આવનારા વીઆઇપી અને વીવીઆઇપીને ધ્યાનમાં રાખીને પોલીસે રિસેપ્શનની વ્યવસ્થા સાચવવી ખુબ જ ભારે પડી હતી. પોલીસ બેડામાં આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચકમક જર્યાનો પણ ધીરોધીરો ગણગણાટ જોવા મળ્યો હતો.

ક્રિકેટર ઇરફાન પઠાણ અને મોડલ સફાનાં લગ્નનાં એક મહિના બાદ યોજાઇ રહેલ રિસેપ્શન માટે લક્ષ્મી વિલાસ પેલેસનો આગળનો ભાગ બુક કરાવવામાં આવ્યો હતો. લગ્નનાં રિસેપ્શ પ્રસંગે 2 કરોડ રૂપિયા જેટલો અંદાજીત ખર્ચો કરવામાં આવ્યો હતો. આવનારા મહેમાનો માટે ખાસ ગેસ્ટ પાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ પાસની વ્યવસ્થા ખોરવાઇ અને મહેમાનો પરેશાન થયા હોવાનાં પણ આંતરિક અહેવાલો છે.

You might also like