આ છે દુનિયાની સૌથી હોટ અને બ્યુટીફુલ મહિલા એન્કર

અમદાવાદઃ ટી-૨૦ લીગ અને મેચો બાદ ક્રિકેટ હવે એન્ટરટેનિંગ અને ગ્લેમરની રમત બની ગઈ છે. આ ગ્લેમર વચ્ચે હોટ અને બ્યુટીફુલ મહિલા એન્કર્સ  દ્વારા અપાતા પ્રેઝન્ટેશનથી ચાર્મિંગ ઘણું વધી જાય છે. સ્માર્ટ મહિલા એન્કર પોતાની સુંદરતાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ એન્કર બેઝિક ઇન્ટર્વ્યુને પણ ઇન્ટ્રેસ્ટિંગ બનાવી દે છે. અહીં આજે અહીં નજર કરીએ દુનિયાની સૌથી હોટ અને બ્યુટીફુલ મહિલા એન્કર્સ પર…

mecalofigમેલ મેક્લોફિંગ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાની મેલ મેક્લોફિંગ નામની એન્કર ઓસ્ટ્રેલિયા પ્રીમિયર ટી-૨૦, બિગ બેશ લીગને હોસ્ટ કરતી નજરે પડે છે. વર્ષ ૨૦૧૩માં તેણે નેટવર્ક ટેન જોઇન કર્યું હતું. એ પહેલાં મેલ મેક્લોફિંગ ફોક્સ સ્પોર્ટ્સ માટે પણ કામ કરી ચૂકી છે. મેલ બહુ જ ખૂબસૂરત છે અને ગ્રાઉન્ડ પર તે હંમેશાં પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહે છે.

lenger

મયંતી લેન્ગર (ભારત)
મયંતી લેન્ગર ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ રોજર બિન્નીની પુત્રવધૂ અને ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. મયંતીએ પોતાની કરિયર ફિફા વર્લ્ડકપથી શરૂ કરી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૧માં તેણે ચારુ શર્મા સાથે એક શો હોસ્ટ કર્યો. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેના ડ્રેસને લઈને જબરદસ્ત ચર્ચાઓ જાગી હતી. સોશિયલ મીડિયા પર મયંતી હંમેશાં છવાયેલી રહે છે. બ્યુટી વિથ બ્રેનનું મયંતી લેન્ગર પરફેક્ટ ઉદાહરણ છે.

lauraલૌરા મેકગોલ્ડરિક (ન્યૂઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલની પત્ની લૌરા ટીવી પ્રેઝન્ટરની સાથે સાથે રેડિયો જોકી પણ છે. તે ‘ધ ક્રિકેટ’ નામનો શો પણ હોસ્ટ કરે છે. શો દરમિયાન લૌરાની સુંદરતા અને ક્રિકેટનું નોલેજ જોવા અને સાંભળવાલાયક હોય છે.

amberin

એમ્બરિન (બાંગ્લાદેશ)
એમ્બરિન બાંગ્લાદેશની ટી-૨૦ પ્રીમિયર લીગમાં એન્કરિંગ કરતી નજરે પડે છે. એમ્બરિનની પસંદગી લક્સ ચેનલ સુપરસ્ટાર ૨૦૦૭ દરમિયાન થઈ હતી. એમ્બરિન બાંગ્લાદેશની ઘણી ટીવી ચેનલના શો હોસ્ટ કરતી નજરે પડે છે. બહુ જ સુંદર દેખાતી એમ્બરિન પ્રીમિયર ટી-૨૦ લીગ ટૂર્નામેન્ટમાં બધાની માનીતી છે.

eshaઈશા ગુહા (ઈંગ્લેન્ડ)
બીબીસી સામે કોલમ લખનારી ઈશા ગુહાનો ક્રિકેટ સાથે જૂનો સંબંધ રહ્યો છે. તે એક ખેલાડી પણ રહી ચૂકી છે. ગુહાએ વર્ષ ૨૦૧૨માં આઇટીવી ચેનલમાં આઇપીએલને પ્રેઝન્ટ કરવા માટે પ્રેઝન્ટરની ભૂમિકા ભજવી હતી.

archna

અર્ચના વિજયા (ભારત)
અર્ચના વિજયા આઇપીએલનો બહુ જાણીતો ચહેરો છે. તે આઇપીએલ દરમિયાન એક્સ્ટ્રા ટાઇમ શો હોસ્ટ કરે છે. સાથે જ આઇપીએલ દરમિયાન પીચ સાઇડ ઇન્ટર્વ્યુ દરમિયાન પણ તેનું ગ્લેમર જોવા મળે છે. તે પોતાના શો ટૂર ડાયરી અને “ક્રિકેટ મસાલા માર કે’ને પણ પ્રેઝન્ટ કરે છે.

You might also like