અમદાવાદમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિની ચોથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું અાયોજન

મહિમ્ન યુવા ગ્રૂપ અમદાવાદ દ્વારા ૬-૭ જાન્યુઅારી ૨૦૧૮ના રોજ પ્રશ્નોરા નાગર જ્ઞાતિની ચોથી ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટનું અાયોજન શેઠ સી.એન. વિદ્યાવિહાર અાંબાવાડી ખાતે કરવામાં અાવ્યું છે. અા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટ્રોફી, ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ ટ્રોફી અાપવામાં અાવશે.

અા ઉપરાંત ૧૧ મેન અોફ ધ મેચ, ૧ બેસ્ટ બોલર, ૧ બેસ્ટ બેસ્ટ્સમેન અને એક અોલરાઉન્ડર ટ્રોફી અાપવામાં અાવશે. ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી ૮ ટીમ ભાગ લેશે. જેમાં બે ટીમ ભાવનગરની, ૩ અમદાવાદની અને ૨ બરોડાની ટીમ ભાગ લેશે. અા ટુર્નામેન્ટનું અાયોજન છેલ્લા ચાર વર્ષથી કરવામાં અાવે છે.

You might also like