પરિણામ આપે તેવી વિકેટ બનાવોઃ વિરાટ

બેંગલુરુઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે જો ચોથી ટેસ્ટ દિલ્હીને બદલે પુણેમાં રમાય તો તેણે ત્યાં એવી વિકેટ બનાવવી જોઈએ, જે પીચમાંથી પરિણામ આવી શકે. પુણેની પીચ હંમેશાં સપાટ રહી છે, જ્યાં મોટા ભાગે બેટ્સમેનોની બોલબાલા રહે છે. વિરાટે કહ્યું કે ફ્લેટ ટ્રેક પર મેચનું પરિણામ આવવાની સંભાવના બહુ નહીંવત્ હોય છે. એવામાં હું ઇચ્છું છું કે પીચ ક્યૂરેટર એવી વિકેટ બનાવે, જેના કારણે મેચમાં પરિણામ આવી શકે. તાજેતરમાં જ પુણેમાં બંગાળ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં બંને ટીમે મળીને એ પીચ પર ૯૩૪ રન બનાવ્યા હતા, જેમાં બંગાળે ૫૨૮ અને મહારાષ્ટ્રની ટીમે ૪૦૬ રન બનાવ્યા હતા.

You might also like