ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ અંગેની જાહેરાત કરી. તેમણે કહ્યું, ”ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જે કેટલાક નિર્ણય કર્યા છે તેમાં પોતાનાં ખેલાડીઓને આઇપીએલના અંત સુધી રમવાની મંજૂરી આપવાનો છે.”

આઇપીએલ બાદ તરત જ આઇસીસી વિશ્વકપ યોજાવાનો છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ બોર્ડના આ નિર્ણય અંગે વિચરે કહ્યું, ”અમે અમારા ખેલાડીઓને બને એટલો વધુ દુનિયામાં રમવાનો અનુભવ આપવા ઇચ્છીએ છીએ. અમારા ખેલાડીઓને આઇપીએલમાં શાનદાર અનુભવ મળશે.”

વિયરે વધુમાં કહ્યું, ”આઇપીએલની ગત સિઝનમાં અમારા ૧૧ ખેલાડી રમ્યા હતા, જે અમારા માટે શાનદાર છે અને અમે આ સ્થિતિ ચાલુ રાખવા ઉત્સુક છીએ.” ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન ઉપરાંત ફાસ્ટ બોલર ટિમ સાઉથી, એડમ મિલ્ને, ટ્રેન્ટ બોલ્ટ અને મિશેલ મેક્લેનાઘન નિયમિત રીતે આ લોભામણી લીગમાં રમે છે.
ન્યૂઝીલેન્ડ આગામી વર્ષની શરૂઆતમાં પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની યજમાનીની તૈયારી કરી રહ્યું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ નેપિયરમાં ૨૩ જાન્યુઆરીથી રમાશે.

વર્લ્ડકપનાં કારણે ૧૧ વર્ષ બાદ આગામી IPL વહેલી યોજાશે?
આઈપીએલની ૧૧ સિઝન અત્યાર સુધીમાં રમાઈ ચૂકી છે. હવે ૨૦૧૯ની સિઝન માટે ટ્રેડિંગ વિન્ડોની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં યોજાનારા આઈસીસી વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી COAને ફાસ્ટ બોલરો-ખાસ કરીને ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બૂમરાહને આરામ આપવાનું સૂચન કર્યું છે, જેથી તેઓ વર્લ્ડકપ મિશન માટે સંપૂર્ણપણે ફિટ રહી શકે. જો કે ચર્ચા એવી પણ થઈ રહી છે કે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા આઈપીએલની અગામી સિઝનને એક-બે અઠવાડિયાં વહેલી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

ટીમ મેનેજમેન્ટની ફાસ્ટ બોલરોને આરામ આપવાની સલાહના કારણે તા. ૩૦ મેથી શરૂ થતી આઈપીએલ-૨૦૧૯નું આયોજન એક-બે અઠવાડિયાં વહેલું એટલે કે ૨૩ માર્ચની આસપાસ શરૂ થવાની સંભાવના છે, જોકે હજુ સુધી આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આમ તો વર્લ્ડકપ તા. ૩૦ મેના રોજ શરૂ થવાનો છે અને ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ તા. ૫ જૂને રમવાની છે.

એટલું જ નહીં, આઈપીએલનાં ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે છે કે ટૂર્નામેન્ટની શરૂઆત માર્ચમાં થશે. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં જ COA સમક્ષ ફાસ્ટ બોલરોને આઈપીએલથી દૂર રાખવાની પણ સલાહ આપી હતી. દિલ્હીમાં યોજાયેલી એ બેઠકમાં રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને BCCIના ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે પણ ભાગ લીધો હતો.

આ એક કારણ પણ હોઈ શકેઃ
થોડાંક દિવસ પહેલાં જ આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે BCCIને જણાવી દીધું છે કે તેમના ખેલાડી આઈપીએલમાં માત્ર એક મહિનો જ રમશે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ તા.૧૨ મે સુધી જ ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે. એવું બની શકે કે આ જ કારણથી આઈપીએલને વહેલી યોજવાનો નિર્ણય કરવામાં આવે, જેથી દુનિયાભરના ક્રિકેટરને આમાં સામેલ કરી શકાય અને ફ્રેન્ચાઈઝીઓને કોઈ નુકસાન ન થાય.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago