જસપ્રીત બૂમરાહનું વન ડેમાં કમાલ, શ્રીલંકા સામે બનાવ્યો રેકોર્ડ

ભારતના યુવા ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે રવિવારે શ્રીલંકા સામે પલ્લીકેલેમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં કમાલનું પ્રદર્શન કર્યુ હતું. બૂમરાહે પલ્લીકેલેમાં રવિવારે રમાયેલી ત્રીજી વન ડે માં માત્ર 27 રન આપી 5 વિકેટ લઇ શ્રીલંકન બેટસમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. બૂમરાહએ કરિયરનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ અને આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ બનાવ્યો છે.

23 વર્ષિય જસપ્રીત બૂમરાહ શ્રીલંકાસામે વન ડે મેચમાં પાંચ વિકેટ લેનાર ભારતનો સૌથી યુવા બોલર બન્યો છે. તે ભારત તરફથી વન ડે મેચમાં 2014 બાદ એક મેચમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. સ્ટુઅર્ટ બિન્નીએ 2014માં ઢાકામાં બાંગ્લાદેશની સામે 4 રન આપી 6 વિકેટ લઇ રેકોર્ડ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ કોઇ ભારતીય ઝડપી બોલર વન ડેમાં 5 વિકેટ લઇ શક્યું ન હતું.

બૂમરાહે આ મેચમાં 27 રન આપી 5 વિકેટ લીધી હતી, જે તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રન આપી 4 વિકેટનું હતું. બૂમરાહને નામે વધુ એક સિદ્વિ પણ નોંધાઇ છે. તેણે પોતાની પ્રારંભિક 19 વન ડે ઇનિંગ્સમાં 4 વખત 4થી વધુ વિકેટ લેવાની કમાલ કરી છે. આ સિદ્વિ કોઇપણ બોલર હાંસલ કરી શક્યા નથી. તેમણે ત્રીજી વન ડેમાં 27 રન પર 5 વિકેટ લીધી, જે ભારત તરફથી શ્રીલંકા સામે આ ચોથુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

You might also like