કેચ પકડ્યો તો એક લાખ રેન્ડનું ઇનામ મળ્યું

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ૧૦ ક્રિકેટ ચાહકો વચ્ચે ૧૦ લાખ રેન્ડનું ઇનામ વહેંચી દેવાયું, જેઓએ તાજેતરમાં પૂરી થયેલી ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ ધ રેમ સ્લેમ ટી-૨૦ દરમિયાન લગાવાયેલા એક છગ્ગાનો કેચ પકડી લીધો હતો. સ્પોન્સર્સે વચન આપ્યું હતું કે ટૂર્નામેન્ટ દરમિયાનના તમામ છગ્ગાનો જે પણ પ્રશંસક એક હાથે કેચ કરી લેશે તેને ઇનામ મળશે, પરંતુ તેઓએ એ નહોતું વિચાર્યું કે આના ૧૦ દાવેદાર હશે.

છ સપ્તાહ ચાલેલી ટૂર્નામેન્ટના પહેલા સપ્તાહમાં કોઈ પણ દર્શક આવો કેચ કરી શક્યો નહોતો, પરંતુ ફાઇનલ સુધીમાં નવ પ્રેક્ષકોએ આવું કરી ચૂક્યા હતા, જેઓએ ફાઇનલ જોવા અને પોતાના એક લાખ રેન્ડથી વધુનો પુરસ્કાર લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ફાઇનલમાં જોકે ૨૨ વર્ષનો ઓલરાઉન્ડર વિલેન વાન ડેર મર્વ કેચ કરી લેનારો ૧૦મો િવજેતા બન્યો અને પ્રત્યેક વિજેતાને એક લાખ રેન્ડ મળ્યા. (ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ ૪૦ લાખ)

You might also like