સચિન બ્લાસ્ટર્સનો સતત બીજો પરાજય: ગાંગુલીએ કર્યા નિરાશ

હસ્ટનઃ ક્રિકેટ ઓલ સ્ટાર્સ સીરીઝની બીજા મેચમાં વાર્ન્સ વોરિયર્સ દ્વારા આક્રમક દેખાવ કર્યો હતો. સચિન્સ બ્લાસ્ટર્સે પહેલી બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૨૬૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ૨૬૨ રનનો જંગી સ્કોર ઊભો કરવામાં સંગકારા (૭૦) અને પોન્ટિંગ (૪૧)નું યોગદાન મહત્વપૂર્ણ હતું. ત્રણ મેચોની આ સીરીઝમાં બે મચોના અંતે શેન વોર્નની ટીમ ૨-૦થી આગળ થઈ ગઈ છે જેથી લોસ એન્જેલસમાં રમાનારી સીરીઝની અંતિમ મેચમાં એટલો ઉત્સાહ નહીં જોવા મળે. અત્રે નોંધનીય છે કે બે મેચથી વોર્ન આગળ હોવાથી સિરિઝ તે જીતી જ ચુક્યો છે પરંતુ આગામી ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા ખાતર રમવામાં આવશે. જેથી દર્શકોનો ઉત્સાહ લગભગ ઓસરી ચુક્યો છે.

૨૬૩ રનના ટાર્ગેટને પાર કરવા માટે ઉતરેલી સચિન બ્લાસ્ટર્સને પોલોક અને કાલીસની સ્ફોટક બેટિંગ કરવા છતાંય ૨૦ ઓવરમાં માત્ર ૨૦૫ રન બનાવી શક્યા હતા. આમ, વાર્ન્સ વોરિયર્સનો ૫૭ રને વિજય થયો હતો. પોલોકે ૨૨ બોલમાં આક્રમક ૫૫ રન બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિન તેંડુલકરે શેન વોર્ન્સ વોરિયર્સની સામે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી મેચમાં સહેવાગ – સચિનની સ્ફોટક બેટિંગ કરવા છતાંય ટીમ ૬ વિકેટથી હારી ગઈ હતી. આ મેચમાં સચિને આજે પોતાની ટીમમાં સૌરવ ગાંગુલીને પણ સામેલ કર્યો હતો પરંતુ ગાંગુલી લાંબી ઈનિંગ નહોતો રમી શક્યો અને માત્ર ૧૨ રન બનાવી આઉટ થયો હતો.

You might also like