રાત્રે દાહસંસ્કાર કેમ નથી કરતા હિંદુઓ?

હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ દાહસંસ્કારની પરંપરા છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. આજે જાણો દાહસંસ્કાર સાથે જોડાયેલ કેટલાક તથ્યો અને શા માટે કરવામાં આવે છે દાહસંસ્કાર….
હિંદુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે. તેમાં છેલ્લો અર્થાત્ સોળમો સંસ્કાર છે મૃત્યુ પછી કરવામાં આવતો સંસ્કાર, જેમાં વ્યક્તિની છેલ્લી વિદાય, દાહસંસ્કારની પરંપરા સામેલ છે.
દાહસંસ્કાર સાથે જોડાયેલ એક બીજો મોટો નિયમ છે કે વ્યક્તિનું મૃત્યુ જો રાતના સમયે કે ઢળતી સાંજ પછી થયું હોય તો તેના અંતિમ સંસ્કાર સવારે સૂર્યોદય થયા પછી દિવસના સમયે કરવા જોઈએ એટલે કે સાંજ પહેલાં કરવા જોઈએ.
સૂર્યાસ્ત થયા પછી શબનો દાહસંસ્કાર કરવાનું શાસ્ત્ર વિરુદ્ધ માનવામાં આવ્યું છે. તેની પાછળ અનેક કારણો છે.
શાસ્ત્રોનો એક મત એ પણ છે કે સૂર્યાસ્ત પછી દાહસંસ્કાર કરવાથી મૃતક વ્યક્તિના આત્માને પરલોકમાં કષ્ટ ભોગવવાં પડે છે અને આગલા જન્મમાં તેના કોઈ અંગમાં દોષ હોઈ શકે છે.
એક માન્યતા એ પણ છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગનાં દ્વાર બંધ થઈ જાય છે અને નરકના દ્વાર ખૂલી જાય છે. એટલે મૃત વ્યક્તિને નરકમાં જાય તેવું કોઈ પરિવારજન નથી ઈચ્છતા.
પરિક્રમા કર્યા પછી કેમ ફોડવામાં આવે છે માટલી-
અંતિમ સંસ્કારના સમયે એક છેદ કરેલા માટીના ઘડામાં પાણી ભરી શબની પરિક્રમા કરવામાં આવે છે અને ત્યાર પછી તેને જોરથી નીચે ફેંકવામાં આવે છે. આ નિયમની પાછળનો એક દાર્શનિક સંદેશ છુપાયેલો છે.
કહેવાય છે કે જીવન એક છેદ(કાણું) પાડેલાં ઘડા જેવું છે જેમાં આયુરૂપી પાણી દરેક પળે ટપકતું રહે છે અને છેલ્લે બધું જ છોડીને જીવાત્મા ચાલ્યો જાય છે અને ઘડારૂપી જીવન સમાપ્ત થઈ જાય છે. આ રીતની પાછળ મરેલી વ્યક્તિના આત્માને અને જીવિત વ્યક્તિ બંનેનો એક બીજા સાથે મોહ ભંગ કરવાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે.
શા માટે કરવામાં આવે છે મુંડન-
અંતિમ સંસ્કારમાં દાહસંસ્કાર પછી માથાનું મુંડન કરવાનો પણ નિયમ છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છુપાયાં છે. ધાર્મિક કારણ એવું માનવામાં આવે છે કે માથાનું મુંડન કરવી મૃત વ્યક્તિના આત્માની પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.
વાળ મનુષ્યનો શૃંગાર માનવામાં આવે છે, માથાનું મુંડન શોકનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે જે પરિવારમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે તેઓ માથાનું મુંડન કરાવે છે.
પિંડદાનઃ-
ગરુડપુરાણ પ્રમાણે મૃત્યુના તેરમા દિવસ સુધી જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી એક કર્મોનું ફળ ભોગવનાર અંગૂઠાની બરાબરનું શરીર તૈયાર થાય છે જે એવું જ દેખાય છે જેવું મરેલી વ્યક્તિનું હોય છે. આ શરીરને જ યમના દૂત કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરકમાં લઈ જાય છે. આ કારણે જ મૃત્યુ પછી તેરમા દિવસ સુધી શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે.
અકાળ મૃત્યુ વખતેઃ-
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જેનું અકાળ મૃત્યુ થાય છે અને દાહસંસ્કાર માટે ઉપલબ્ધ ન હોય ત્યારે પણ તેના દાહસંસ્કાર કરવા જોઈએ. તેની માટે શાસ્ત્રોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
કુશઃ-
કુશ એક પ્રકારનું ઘાસ હોય છે જેનું પૂતળું બનાવી દાહસંસ્કાર કરવા જોઈએ. આ પ્રકારે દાહસંસ્કાર કરવાથી વ્યક્તિની આત્માને શાંતિ મળી જાય છે.
મૃત્યુ પછી કરાતી ક્રિયાઓમાં જે તે સંગાવહાલાની નનામી બંધાતી હોય તે વખતે સગાંવહાલા તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરતી હોય છે. શાસ્ત્રમાં આ રૂદન ન કરવા સ્પષ્ટ જણાવાયું છે. તેમ જણાવવા પાછળનું કારણ એ છે કે રૂદન કરતી વખતે અશ્રુ તથા નાકમાંથી શ્લૈમ નીકળતા હોય છે. જે મૃત્યુ પામનારના આત્માને સૂક્ષ્મરૂપે પીવા પડતા હોય છે. આથી આ રૂદન ન કરવું શ્રેયસ્કર છે.•
http://sambhaavnews.com/

You might also like