OBC અનામતમાં 6 લાખથી વધારીને 8 લાખ રૂપિયા થશે ક્રીમી લેયર

નવી દિલ્હીઃ મોદી સરકારે ઓબીસી અનામતમાં ક્રીમી લેયરની સીમા 6 લાખથી વધારીને 8 લાખ રૂપિયા વાર્ષિક કરવાનો નિર્ણય કર્યો છે. સામાજીક ન્યાય મંત્રાલય આ મામલે એક પ્રસ્તાવ પ્રધાનમંત્રી કાર્યલયમાં મોકલ્યો છે. ત્યાં ક્લિયરન્સ મળ્યા પછી ઓક્ટોબર મહીનાના પહેલા સપ્તાહમાં તેને મંજૂરી માટે કેબિનેટની સામે લાવવામાં આવશે.

સંસદના શિયાળુ સત્રમાં આ પ્રસ્તાવને સંસદમાં રાખવામાં આવશે. તેને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનું સોથી મોટું પગલું માનવામાં આવે છે. રાજનીતિક જાણકારોના મતે 5 રાજ્યમાં થઇ રહેલી ચૂંટણીને પગલે આ નિર્ણયથી બીજેપી અને તેના સહયોગી દળોને ચોક્કસથી ફાયદો થશે. ખાસ કરીને યૂપી, પંજાબ અને ઉત્તરાખંડમાં ચૂંટણી સમયે તેનો ફાયદો થશે.

ગત વર્ષે ઓબીસી કમીશને ઓબીસી અનામતમાં ક્રીમી લેયરની સીમા 6 લાખથી વધારીને 15 લાખ કરવાની સિફારિશ કરી હતી. આયોગ પ્રમાણે અનામત આપ્યા પછી બે દસક પછી પણ જોવા મળ્યું છે કે 27 ટકા અનામતમાં 12થી 15 ટકા જગ્યાઓ જ ભરી શકાય છે. જેની પાછળનું મુખ્ય કારણ વાર્ષિક આવકની ઉંચી મર્યાદા જવાબદાર છે.

આ પહેલાં વર્ષ 2013માં ઓબીસી અનામતમાં ક્રીમી લેયર 4.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ કરી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1980માં 52 ટકા જનસંખ્યા ઓબીસીની હતી. રિપોર્ટ 1932ની જનગણના પર આધારિત હતી. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ સંગઠનમાં 2006માં ઓબીસીની સંખ્યા 41 ટકા દર્શાવવામાં આવી છે.

You might also like