જાણો કપલ્સને જોઇ સિંગલ છોકરીઓનાં મનમાં આવે છે કેવાં ખ્યાલો…

ચોમાસાની ઋતુ એટલે વરસાદી માહોલની ઋતુ. જે પ્રેમ કરવા તેમજ રોમાન્સ માટેની સૌથી શ્રેષ્ઠ મોસમ છે. જેમાં પ્રેમ કરનારા કપલ મોટે ભાગે આ વરસાદી માહોલમાં એકાંતમાં રોમાન્સની મજા માણવા ઇચ્છતા હોય છે. જેથી પ્રેમનાં આ પંખીડાઓને ભલા આવી મોસમમાં કોણ રોકી શકે.

વાત જ્યારે પ્રેમ કરવાની આવે તો તેઓ ના તો સમય જુએ છે અને બસ એક મોકાની રાહ જુએ છે. પરંતુ તેઓને આ રીતે જોઇને જે વિચાર સિંગલ છોકરીઓનાં મનમાં આવે છે તે શું આપ જાણવા ઇચ્છશો.

પબ્લિક પ્લેસ પર કિસ કરતા કપલ્સને જોઇને એક વાત જ મગજમાં આવે છે. ભાઇ શું આ લોકોને બીજી કોઇ જ જગ્યા ના મળી. તે ક્યાંય પણ શરૂ થઇ જાય છે પરંતુ આનાથી વધારે સારૂ તો કોઇ એક રૂમ બુક કરાવી લેવો હતો.

ખબર નથી પડતી કે આ છોકરો આ છોકરીને કેવી રીતે મેનેજ કરતો હશે. કેવો આ છોકરો હેન્ડસન અને ક્યાં આ છોકરી. જો આ છોકરીને હેન્ડસમ બોયફ્રેન્ડ મળી શકતો હોય તો હું તો આના કરતા પણ વધારે સુંદર છું.

સિંગલ છોકરો કે છોકરી એ ત્યારે જ મૂડમાં હોય છે કે જ્યાં સુધી તે કોઇ કમિટેડ કપલ સાથે રૂબરૂ મુલાકાત ના કરી લે. જ્યારે કેટલીક સિંગલ છોકરીઓ કોઇ રોમેન્ટિક કપલ્સને જુએ છે ત્યારે તેઓનાં મનમાં એવા સવાલ ઉભા થાય છે કે મારી જિંદગીમાં કંઇક અધુરૂ છે. જિંદગીમાં પ્રેમ થવો એ પણ જરૂરી છે.

કપલ્સને જોઇને સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે મર્દો કરતા વફાદાર તો કુતરાં હોય છે. પ્રેમમાં પાગલ થઇ જવાની જગ્યાએ એક કુતરો પાળવો એ સૌથી ઉત્તમ છે. જેવાં ન વિચારવાને લાયક વિચાર આવતા હોય છે.

કપલ્સને જોઇને સિંગલ છોકરીઓનાં મગજમાં આ વાત આવવી પણ આવશ્યક છે કે જલ્દી મારી જિંદગીમાં પણ કોઇ એવો છોકરો આવે કે જે મને પોતાનાં જીવથી પણ વધારે ચાહે. હું મારા મિસ્ટર રાઇટની રાહ જરૂર જોઇશ ને એમાં પછી ચાહે ભલે ગમે તેટલો સમય કેમ ના લાગે.

You might also like