ક્રેન પલટી ખાઈ જતાં બે યુવાનનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: ઉમરગાંવના ખતલવાડા નજીક રોડ પર ક્રેન પલટી ખાઈ જતાં બે યુવાનોનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા.  અા અંગેની વિગત એવી છે કે ઉમરગાંવ તાલુકાના ખતલવાડા નજીક માણેકપુર ગામ પાસે એક નવી કંપનીનું બાંધકામ ચાલુ છે. કંપનીમાં રેતી-કપચીનો સપ્લાય કરતો રીતેશ અમૃતભાઈ પટેલ કરતો હતો. કંપનીના ગેટ પર એક ટ્રક ફસાઈ જતાં ક્રેન મગાવાઈ હતી.

અા ક્રેનનો ચાલક ટ્રક ખસેડવાની કાર્યવાહી કરતો હતો ત્યારે અચાનક જ ક્રેન પલટી ખાઈ જતાં ક્રેનની બાજુમાં ઊભેલ રીતેશ અને ક્રેનચાલક અજયનું દબાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ અા અંગે ગુનો દાખલ કરી બંને લાશને પીએમ માટે મોકલી અાપી હતી.

અા ઉપરાંત તળાજા રોડ પર બુદ્ધેલ ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર ભાનુભાઈ જોષીને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું.

You might also like