મંત્રી અનુપ્રિયા પટેલના પતિ પર લાગ્યો CPWD કર્મચારીઓને ઘરમાં બંધક બનાવવાનો આરોપ

728_90

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલનો પતિ પર સીપીડબ્લૂડીના બે કર્મચારીઓએ ઘરમાં બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે બપોરે મંત્રી અનુપ્રિયા પટેલના પંડારા રોડ સ્થિત ઘર c1/29 સીપીડબ્લૂડીના કર્મચારીઓને પોતાને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપ એવો છે કે અનુપ્રિયા પટેલના પતિ આશિષના ઘરમાં ચાલી રહેલા કામને લઇને વિવાદના કારણે રૂમ બંધ કરી દીધો.

સીપીડબ્લૂડીના કર્મચારીઓએ પોતના વરિષ્ઠ અધિકારી સાથે ફોન કરીને જાણકારી આપી અને તે લોકોએ આવીને રૂમમાંથી બહાર છોડાયા. તો બીજી બાજુ અનુપ્રિયના પતિએ આ વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે તે રૂમમાંથી વાત કરવાનો અવાજ આવતો હતો કામને લઇને મંત્રીજી શાંતિથી તે લોકો સાથે વાત કરી રહ્યા હતાં. કોઇને બંધક બનાવવામાં આવ્યા નહતાં.

સીપીડબ્લૂડીના કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે 45 મિનીટ સુધી તે લોકાને રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતાં. લાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી અને પાણી પણ આપવામાં આવ્યું નહતું. આશિષ સિંહે આરોપોની તપાસ થાય થેવી માંગણી કરી છે.

You might also like
728_90